________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
:
જ્યોતિષી દેવો – તેમાં ૩૪ બોલ હોય છે. તેમાંથી કૃષ્ણપક્ષીમાં પહેલો અને ત્રીજો બે ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો અને ચોથો, બે ભંગ અને શેષ બોલ ૩૪–૨ - ૩૨માં ચાર ભંગ હોય છે.
**
:
વૈમાનિક દેવો ઃ– અહીં સૂત્રમાં દંડકની અપેક્ષાએ કથન હોવાથી વૈમાનિક દેવો માટે વેમાળિયા નહીં અસુર મારા એટલું જ કથન છે. તેમ છતાં આ પ્રકારે સમજવું કે પહેલા, બીજા દેવલોકમાં ૩૪ બોલ અને ત્રીજા દેવલોકથી નવ ચૈવેયક સુધી ૩૩ બોલ પ્રાપ્ત થાય છે. તેમાં અસુરકુમારની જેમ ભંગ હોય છે. અર્થાત્ કૃષ્ણપક્ષીમાં પહેલો અને ત્રીજો બે ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો, ચોથો બે ભંગ અને શેષ ૩ર કે ૩૧ બોલમાં ચાર ભંગ હોય છે.
ચાર અનુત્તર વિમાનમાં કૃષ્ણપક્ષી અને મિશ્રદષ્ટિનો બોલ નથી. તેથી તેને પ્રાપ્ત ૨૬ બોલમાં ચાર ભંગ હોય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પ્રાપ્ત ૨૬ બોલમાં બીજો, ત્રીજો અને ચોથો તે ત્રણ ભંગ હોય છે. પ્રથમ ભંગ નથી. કારણ કે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોવાથી પ્રથમ ભંગ ઘટિત થતો નથી. તે દેવો એક મનુષ્યનો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જવાના છે તેથી તે દેવો પોતાના આયુષ્યના બંધ કાલમાં મનુષ્યાયુષ્ય બાંધે છે; ત્યાર પછી આયુષ્ય બાંધવાના નથી. તેથી આયુષ્ય બંધ કાલની અપેક્ષાએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં તે બીજો ભંગ થાય છે. આયુષ્ય બંધ થયા પહેલા, અબંધકાલમાં બાંધ્યુ હતું, બાંધતા નથી, બાંધશે તે ત્રીજો ભંગ થાય છે અને આયુષ્ય બંધ થઈ ગયા પછી, બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં તે ચોથો ભંગ ઘટિત થાય છે.
પૃથ્વી, પાણી, વનસ્પતિ – તેમાં ૨૭ બોલ હોય છે. કૃષ્ણપાક્ષિક પૃથ્વીકાયમાં પહેલો અને ત્રીજો મંગ હોય છે. તેજોલેશી પૃથ્વીકાયમાં એક ત્રીજો ભંગ હોય છે. કારણ કે પૃથ્વી કાયિક જીવોને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોય છે ત્યારે તે જીવો આયુષ્ય બાંધતા નથી; તેથી તેજોલેશ્યામાં પ્રથમ બે ભંગ નથી. તે જીવો પર્યાપ્ત થઈને અવશ્ય આયુષ્ય બાંધે છે, કારણ કે પૃથ્વીકાયમાંથી નીકળીને તે જીવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જ સિદ્ધ થઈ શકે છે; તેથી બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે, આ ત્રીજો ભંગ ઘટિત થાય છે અને તે જીવો અવશ્ય આયુષ્ય કર્મ બાંધવાના છે, તેથી તેમાં ચોથો ભંગ થતો નથી.
પૃથ્વી, પાણી, વનસ્પતિમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકે છે તેથી તેના શેષ ૨૫ બોલમાં નૈયિકોની જેમ ચારે ભંગ હોય છે.
તેઉકાય-વાયુકાય ઃ— તેઉકાયિક અને વાયુકાયિક જીવોમાં ૨૬ બોલ હોય છે. તેમાં સર્વત્ર પ્રથમ અને તૃતીય ભંગ જ હોય છે. ત્યાંથી નીકળેલા જીવો મનુષ્યમાં ઉત્પન્ન થતાં નથી અને સિદ્ધ પણ થતાં નથી; તેથી તેમાં બીજો અને ચોથો ભંગ થતો નથી.
ત્રણ વિકહીન્દ્રિયઃ- વિકલેન્દ્રિય જીવોમાં ૩૧ બોલ હોય છે. તેમાં સમ્યગ્દષ્ટિ અને સમુચ્ચયજ્ઞાન, મતિ-શ્રુત જ્ઞાન તે ચાર બોલ છોડીને શેષ ૨૭ બોલોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. કારણ કે ત્યાંથી નીકળેલા જીવો મનુષ્ય થાય છે પણ સિદ્ધ થતા નથી. તે જીવો ભવિષ્યમાં અવશ્ય આયુષ્ય બાંધે છે, તેથી તેમાં બીજો અને ચોથો ભંગ થતો નથી. તેમાં સમ્યક્ત્વ, સમુચ્ચય જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં એક ત્રીજો ભંગ હોય છે. કારણ કે તેમાં સમ્યકત્વ આદિ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે અને તે અવસ્થા વ્યતીત થયા પછી જ તે આયુષ્ય બાંધે છે, તેથી તેણે ભૂતકાલમાં આયુષ્ય બાંધ્યું હતું, સમ્યક્ત્વ અવસ્થામાં આયુષ્ય બાંધતો નથી અને ત્યાર પછી બાંધશે. આ રીતે ત્રીજો ભંગ ઘટિત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય :– સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયોમાં ૪૦ બોલ હોય છે. તેમાં પૂર્વવત્ ચાર ભંગ હોય છે.