________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૬૩
અને અંતરાયકર્મનું કથન જ્ઞાનાવરણીયકર્મની સમાન છે. I હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં આયુષ્ય કર્મના સૈકાલિક બંધની વિચારણા કરી છે. નરયિક – નૈરયિક જીવોમાં ચાર ભંગ હોય છે. (૧) જે નૈરયિક જીવે આયુષ્ય બાંધ્યું હતું, બંધકાલમાં બાંધે છે અને ભવાન્તરમાં બાંધશે તે અપેક્ષાએ પ્રથમ ભંગ, (૨) જે જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના છે, તેવા જીવોના આયુષ્ય બંધ કાલની અપેક્ષાએ બીજો ભંગ, (૩) આયુષ્યના અબંધકાલમાં ભાવિ બંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ, (૪) જે નૈરયિકે પરભવનું આયુષ્ય બાંધી લીધું છે અને નરકમાંથી નીકળીને મોક્ષે જવાનો છે; તેની અપેક્ષાએ ચોથો ભંગ છે. આ રીતે ચાર ભંગ સર્વત્ર ઘટિત કરી લેવા જોઈએ. નૈરયિકોમાં લેશ્યા – નૈરયિકોમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા હોય છે. તેમાં નીલ અને કાપોત લેશ્યામાં ચાર ભંગ છે. કારણ કે તે જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી મોક્ષ જઈ શકે છે. પરંતુ કૃષ્ણલેશી નરયિકમાં પહેલો અને ત્રીજો ભંગ છે. તેમાં બીજો ભંગ નથી, કારણ કે કૃષ્ણલેશી નૈરયિક પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં હોય છે. ત્યાંથી નીકળેલા જીવો સિદ્ધ થતા નથી તેથી તે નૈરયિક મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં અથવા અચરમ- શરીરી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તેથી તે જીવો ભવિષ્યમાં અવશ્ય આયુષ્ય બાંધશે તેથી ‘બાંધશે નહીંવિકલ્પ સહિતના બે ભંગ(બીજો અને ચોથો) સંભવિત નથી.
- કૃષ્ણલેશી નૈરયિક અબંધકાલમાં આયુષ્ય બાંધતા નથી, પરંતુ બંધકાલમાં બાંધશે તેથી તેમાં ત્રીજો ભંગ ઘટે છે. નરયિકોમાં પક્ષ :- કૃષ્ણપાક્ષિક નૈરયિકોમાં કૃષ્ણલેશી નૈરયિકની જેમ પહેલો અને ત્રીજો ભંગ જ હોય છે. તે જીવો પણ અનંત સંસાર પરિભ્રમણ કરવાના છે તેથી તેમાં ભવિષ્યમાં આયુષ્ય બાંધશે નહીં તે વિકલ્પ સહિતનો બીજો અને ચોથો ભંગ થતો નથી. શુક્લપાક્ષિક નૈરયિકોમાં ચાર ભંગ હોય છે. નૈરયિકોમાં દષ્ટિ :- મિશ્રદષ્ટિ નૈરયિકો આયુષ્ય બાંધતા નથી તેથી તેમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે. તે ભંગનું સ્પષ્ટીકરણ સમુચ્ચય નૈરયિકના ત્રીજા, ચોથા ભંગની સમાન જાણવું.
સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકોમાં ચાર ભંગ હોય છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર સંજ્ઞા નપુંસકવેદ, ચાર કષાય, ત્રણ યોગ, બે ઉપયોગ વગેરે બોલમાં ચાર ભંગ હોય છે.
- સંક્ષેપમાં નારકોમાં કૃષ્ણપક્ષી અને કૃષ્ણલેશી, તે બે બોલમાં પહેલો અને ત્રીજો ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો, ચોથો ભંગ હોય છે. શેષ બોલ ૩૫-૩ = ૩રમાં ચાર ભંગ હોય છે. ભવનપતિ, વ્યંતર દેવો – આ બંને પ્રકારના દેવોમાં ૩૭ બોલ હોય છે, તે નૈરયિકોની જેમ જાણવા. તેમાં વિશેષતા એ છે કે કૃષ્ણલેશીમાં ચાર ભંગ હોય છે. કારણ કે કૃષ્ણલેશી ભવનપતિ કે વ્યંતર દેવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ શકે છે તેથી તેમાં બીજા અને ચોથો ભંગ પણ ઘટિત થઈ શકે છે. સંક્ષેપમાં ભવનપતિ અને વ્યંતર દેવોને કૃષ્ણપક્ષીમાં પહેલો, ત્રીજો બે ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજો, ચોથો બે ભંગ અને શેષ બોલ ૩૭-૨ = ૩પમાં ચાર ભંગ હોય છે.