________________
૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
भंगा भाणियव्वा, सेसं जहाणेरइयाणं । एवं जावथणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું બાંધે છે બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ! કોઈ નૈરયિક જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ ચાર ભંગ હોય છે. આ રીતે સર્વ સ્થાનોમાં નૈરયિકમાં ચાર ભંગ કહેવા જોઈએ. પરંતુ કૃષ્ણલેશી અને કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને ત્રીજો ભંગ તથા મિશ્રદષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે. આ જ રીતે અસુરકુમારમાં પણ જાણવું પરંતુ કૃષ્ણલેશીમાં ચાર ભંગ કહેવા જોઈએ. શેષ સર્વ કથન નૈરયિકની સમાન છે, આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું. २८ पुढविक्काइयाणंसव्वत्थ विचत्तारिभंगा,णवरंकण्हपक्खिए पढमतइया भंगा। तेउलेस्सेणं भते !पुच्छा? गोयमा !बंधी ण बंधइ बंधिस्सइ, सेसेसुसव्वत्थ चत्तारि भंगा। एवंआउक्काइयवणस्सइकाइयाण विणिरवसेस । तेउकाइयवाउक्काइयाणंसव्वत्थविपढ मतइया भंगा । बेइंदियतेइदियचउरिदियाणं पिसव्वत्थ पढमतइया भंगा। णवरं-सम्मत्ते, णाणे,आभिणिबोहियणाणे,सुयणाणेतइओ भंगो।।
पंचंदियतिरिक्खजोणियाणंकण्हपक्खिएपढमतइयाभा। सम्ममिच्छत्तेतइयचउत्थो भंगो। सम्मत्ते, णाणे, आभिणिबोहियणाणे,सुयणाणे, ओहिणाणे एएसुपंचसुवि पएसु बिइयविहूणाभंगा,सेसेसुचत्तारिभंगा । मणुस्साणजहाजीवाणं,णवर-सम्मत्ते,ओहिएणाणे, आभिणिबोहियणाणे,सुयणाणे,ओहिणाणे-एएसुबिझ्यविहूणा भंगा,सेसंतंचेव । वाणमंतर जोइसियवेमाणिया जहा असुरकुमारा। णामंगोय अंतरायंच एयाणि जहाणाणावरणिज्ज /સેવં મંતે સેવ અંતે ! ભાવાર્થ:- પુથ્વીકાયિક જીવોમાં પણ સર્વ સ્થાનોમાં ચાર ભંગ હોય છે. પરંતુ કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશી પૃથ્વીકાયિક જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે; આ એક જ ત્રીજો ભંગ હોય છે, શેષ સર્વ સ્થાનોમાં ચાર ભંગ હોય છે. આ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ જાણવું. તેઉકાયિક અને વાયુકાયિક જીવોના સર્વ સ્થાનોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં સર્વ સ્થાનોમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે. પરંતુ સમ્યગ્દષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાનીમાં એક ત્રીજો ભંગ જ હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચમાં કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને ત્રીજો ભંગ, મિશ્રદષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ; સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની આ પાંચ બોલોમાં બીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે. શેષ સર્વ બોલોમાં ચાર ભંગ હોય છે.
મનુષ્યનું કથન ઔવિક જીવોની સમાન છે. પરંતુ સમ્યક્દષ્ટિ, જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રતજ્ઞાની અને અવધિજ્ઞાની, આ સર્વ બોલોમાં પણ બીજા ભંગ સિવાય શેષ ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ પૂર્વવત્ છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોનું કથન અસુરકુમારની સમાન છે. નામકર્મ, ગોત્રકર્મ