________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
[ ૪૬૧]
દષ્ટિ :- સમ્યગુદષ્ટિમાં ચાર ભંગ હોય છે. મિથ્યાદષ્ટિમાં ચાર ભંગ– અભવીની અપેક્ષાએ પ્રથમ ભંગ, દ્વિચરમ શરીરી જીવો ચરમ શરીરની પ્રાપ્તિ થયા પછી બાંધશે નહીં તે અપેક્ષાએ બીજો ભંગ, આયુષ્યના અબંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ અને ચરમ શરીરીની અપેક્ષાએ ચોથો ભંગ હોય છે. મિશ્રદષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે, કારણ કે મિશ્ર દષ્ટિમાં આયુષ્યનો બંધ થતો નથી પરંતુ તેમાંથી કેટલાક જીવો ભવિષ્યમાં આયુષ્યનો બંધ કરશે અને કેટલાક જીવો ચરમ શરીરી થઈ જવાથી ભવિષ્યમાં પણ બાંધશે નહીં; તેથી તેમાં ત્રીજો, ચોથો ભંગ જ સંભવિત છે. શાનઃ- સમ્મચય જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીમાં ચાર ભંગ હોય છે. મન:પર્યવજ્ઞાનીમાં પહેલો, ત્રીજા અને ચોથો ભંગ હોય છે. (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે- કોઈ મન:પર્યવજ્ઞાની આયુષ્ય બંધકાલમાં આયુષ્ય બાંધે તો અવશ્ય દેવાયુનો બંધ કરે છે. જેણે દેવાયુનો બંધ કર્યો છે તેવા જીવો દેવલોકમાં જઈને અવશ્ય મનુષ્યાયનો બંધ કરશે. તેથી પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) મન:પર્યવજ્ઞાનમાં બીજો ભંગ નથી કારણ કે જે મન:પર્યવ જ્ઞાની વર્તમાનમાં આયુષ્ય બાંધે છે તે જીવ દેવભવમાં અવશ્ય મનુષ્ય આયુષ્યનો બંધ કરશે; તેથી બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં; આ બીજો ભંગ ઘટિત થતો નથી. (૩) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે. આયુષ્ય કર્મનો જીવનમાં એક જ વાર બંધ થાય છે તેથી અબંધ કાલની અપેક્ષાએ તથા ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ત્રીજો ભંગ છે. તે જીવ વર્તમાનમાં બાંધતા નથી પરંતુ તે ભવિષ્યમાં આયુષ્ય બાંધશે. (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં; આ ભંગ ક્ષેપક અવસ્થાની અપેક્ષાએ છે. તે જીવ મોક્ષે જવાના હોવાથી આયુષ્ય બાંધતા નથી અને બાંધશે પણ નહીં. કેવળજ્ઞાનીમાં ચોથો ભંગ હોય છે, કારણ કે તે આયુષ્યનો બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં.
સંજ્ઞા-સંજ્ઞોપયુક્ત જીવોમાં ચાર ભંગ હોય છે, તેનું કથન સલેશીની સમાન છે. નોસંજ્ઞોપયુક્તમાં મન:પર્યવજ્ઞાનીની જેમ પહેલો, ત્રીજા અને ચોથો ભંગ હોય છે. વેદ- સંવેદક, સ્ત્રીવેદક, પુરુષવેદક અને નપુંસકવેદકમાં પૂર્વવત્ ચાર ભંગ અને અવેદકમાં ત્રીજા અને ચોથો ભંગ હોય છે. અવેદી જીવ આયુષ્યકર્મનો બંધ કરતા નથી. તેમાં ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ત્રીજો અને ક્ષેપક શ્રેણીની અપેક્ષાએ ચોથો ભંગ હોય છે. કષાય- સકષાયી અને ક્રોધ આદિ ચાર કષાયયુક્ત જીવોમાં ચાર ભંગ હોય છે અકષાયીમાં અવેદીની જેમ ત્રીજા અને ચોથો બે ભંગ હોય છે. યોગ– સયોગીમાં ચાર ભંગ અને અયોગીમાં ચોથો ભંગ જ હોય છે કારણ કે અયોગી જીવ શીધ્ર મોક્ષ ગામી હોય છે. તે આયુષ્ય બાંધતા જ નથી. ઉપયોગ– બંને ઉપયોગમાં ચાર-ચાર ભંગ હોય છે.
આ રીતે સમુચ્ચય જીવોમાં અલેશી, કેવળજ્ઞાની, અયોગી તે ત્રણ બોલોમાં એક ચોથો ભંગ; કૃષ્ણપક્ષીના એક બોલમાં પહેલો અને ત્રીજો ભંગ; મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયી તે ત્રણ બોલોમાં ત્રીજો અને ચોથો ભંગ; નોરંજ્ઞોપયુક્ત અને મન:પર્યવજ્ઞાન તે બે બોલોમાં પહેલો, બીજો અને ચોથો તે ત્રણ ભંગ હોય છે અને શેષ ૩૮ બોલોમાં આયુષ્ય બંધ સંબંધી ચાર ભંગ હોય છે. ૨૪ દંડકના જીવોમાં આયુષ્યાદિનો સૈકાલિક બંધ -
२७ रइए णं भंते !आउयं कम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा !चत्तारि भगा। एवंसव्वत्थ विणेरइयाणंचत्तारिभंगा,णवर-कण्हलेस्सेकण्हपक्खिए य पढमतइया भंगा,सम्मामिच्छत्तेतइयचउत्था । असुरकुमारे एवं चेव, णवर-कण्हलेस्से वि चत्तारि