________________
| ૪૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બાંધશે; (૩) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે; (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં; આ ત્રણ ભંગ હોય છે. કેવળજ્ઞાનીમાં એક ચોથો ભંગ જ હોય છે. આ રીતે ક્રમશઃ નોસંજ્ઞોપયુક્ત પર્યંતના જીવોમાં બીજા ભંગસિવાયના ત્રણ ભંગ, મન:પર્યવજ્ઞાનીની સમાન હોય છે. અવેદક અને અકષાયી જીવોમાં મિશ્રદષ્ટિની સમાન ત્રીજો અને ચોથો ભંગ હોય છે, અયોગીમાં એક અંતિમ ભંગ હોય છે. શેષ સર્વ પદોમાં ચાવતું અનાકારોપયુક્ત સુધી ચારે ભંગ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આયુષ્યકર્મબંધ સંબંધી સૈકાલિકવિચારણા છે. આયુષ્યકર્મનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને પ્રથમ ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી થાય છે. આયુષ્ય કર્મ બંધ વિષયક ચાર ભંગ- (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, આ ભંગ અભવી અને અચરમ શરીરી ભવી જીવોની અપેક્ષાએ છે. (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં, આ ભંગ આયુષ્ય બંધકાલમાં દ્વિચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. (૩) કોઈજીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે. આ ભંગ આયુષ્યના અબંધકાલમાં અચરમ શરીરી જીવોની અપેક્ષાએ અથવા ઉપશમ શ્રેણીવાળા જીવોની અપેક્ષાએ છે. કારણ કે તેણે ભૂતકાળમાં આયુષ્યકર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં આયુષ્ય બાંધતા નથી, પરંતુ ભવિષ્યમાં જન્મ-મરણ કરવાના હોવાથી આયુષ્ય કર્મ બાંધશે. (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં. આ ભંગ ચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. તેણે ભૂતકાળમાં આયુષ્ય બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતા નથી અને ભવિષ્યમાં મોક્ષે જવાના હોવાથી આયુષ્ય બાંધશે નહીં. લેશ્યા:- સલેશી અને કૃષ્ણલેશી આદિ છ લેશ્યા સહિતના જીવોમાં આયુષ્ય બંધના ચાર ભંગ હોય છે(૧) પ્રથમ ભંગ અભવી જીવોની અપેક્ષાએ અને જે જીવો દીર્ઘકાળ સંસાર પરિભ્રમણ કરવાના છે તેવા ભવી જીવોની એપક્ષાએ છે. તે જીવો આયુષ્યના બંધકાલમાં આયુષ્ય બાંધે છે અને ભવિષ્યમાં પણ અનંત ભવભ્રમણમાં આયુષ્ય બાંધશે. (૨) બીજો ભંગ દ્વિચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં આયુષ્ય બાંધે છે અને ત્યાં ઉત્પન્ન થઈને તે ભવમાંથી જ મોક્ષે જવાના હોવાથી ભવિષ્યમાં આયુષ્યનો બંધ કરશે નહીં. (૩) ત્રીજો ભંગ અચરમ શરીરી જીવોમાં આયુષ્યના અબંધકાલની અપેક્ષાએ અથવા ઉપશામક જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં આયુષ્યકર્મ બાંધતા નથી પરંતુ ભવિષ્યમાં જન્મ મરણ કરવાના હોવાથી આયુષ્યના બંધકાલમાં આયુષ્યકર્મ બાંધશે. (૪) ચોથો ભંગ ચરમ શરીરી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં આયુષ્યકર્મ બાંધતા નથી અને તે જ ભવમાં મોક્ષે જવાના હોવાથી ભવિષ્યમાં પણ આયુષ્યકર્મ બાંધશે નહીં. અવેશી જીવોમાં ચોથો ભંગ જ હોય છે. ચૌદમા ગુણસ્થાને જીવ અલેશી હોય છે, ત્યાં આયુષ્યનો બંધ થતો નથી અને તે જીવ મોક્ષગામી હોવાથી ભવિષ્યમાં પણ આયુષ્યબંધ કરશે નહીં. પક્ષ :- કષણપાક્ષિક જીવોમાં પહેલો અને ત્રીજો ભંગ છે. કૃષ્ણપક્ષી જીવો અનંત સંસાર પરિભ્રમણ કરવાના છે તેથી આયુષ્ય બંધ કરવાના જ છે. તેથી તે જીવોમાં આયુષ્યના બંધકાલની અપેક્ષાએ પહેલો અને અબંધકાલની અપેક્ષાએ ત્રીજો ભંગ ઘટિત થાય છે. તે જીવો ભવિષ્યમાં આયુષ્ય બંધ કરવાના જ છે તેથી તેમાં “બાંધશે નહીં? સહિતનો બીજો અને ચોથો ભંગ થતો નથી. શhપાક્ષિક જીવોમાં ચાર ભંગ હોય છે– (૧) ભવી જીવોના આયુષ્ય બંધકાલની અપેક્ષાએ પહેલો ભંગ (૨) દ્વિચરમ શરીરી જીવોના આયુષ્ય બંધકાલની અપેક્ષાએ બીજો ભંગ (૩) આયુષ્યના અબંધકાલની અપેક્ષાએ અથવા ઉપશમ શ્રેણીગત જીવોની અપેક્ષાએ ત્રીજો ભંગ અને (૪) ચરમ શરીરી જીવોની અપેક્ષાએ ચોથો ભંગ હોય છે.