________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
[૪૫૯]
ઉત્તર- હે ગૌતમ! પાપકર્મની સમાન મોહનીય કર્મ પણ છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં ક્રમ પ્રાપ્ત મોહનીય કર્મના બંધ સંબંધી સંક્ષિપ્ત નિરૂપણ છે. તેનું સંપૂર્ણ કથન પ્રારંભમાં વર્ણિત પાપકર્મબંધની સમાન છે. અગિયાર દ્વારોના માધ્યમે જીવ અને ૨૪ દંડકમાં વૈમાનિક પર્યત સર્વ વર્ણન સમાન છે કારણ કે પાપકર્મનું વર્ણન પણ આઠ કર્મોમાં મોહનીયકર્મની મુખ્યતાએ જ છે. આયુષ્યાદિ કર્મોનો સૈકાલિક બંધઃ|२३ जीवेणं भंते !आउयंकम्मं किंबंधी बंधइ बंधिसइ, पुच्छा? गोयमा !अत्थेगइए बंधी, बंधइ- चउभंगो। सलेस्से जावसुक्कलेस्से चत्तारि भंगा, अलेस्से चरिमो भंगो। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું બાંધે છે, બાંધશે ઇત્યાદિ ચાર ભંગ હોય છે. સલેશી થાવત શુક્લલેશી જીવોમાં ચાર ભંગ હોય છે, અલેશી જીવોમાં એક માત્ર અંતિમ એક ભંગ હોય છે. २४ कण्हपक्खिएणंभते!पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ । सुक्कपक्खिए, सम्मदिट्ठि, मिच्छादिट्ठि चत्तारि भंगा।। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણપાક્ષિક જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે બાંધશે, ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે, કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, આ બે ભંગ હોય છે. શુક્લપાક્ષિક, સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવોમાં ચાર ભંગ પ્રાપ્ત થાય છે. |२५ सम्मामिच्छादिट्ठीणं भंते ! पुच्छा? गोयमा ! अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बधिस्सइ, णाणी जाव ओहिणाणी चत्तारि भगा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મિશ્રદષ્ટિ જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં. આ બે ભંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાની યાવત અવધિજ્ઞાની જીવોમાં ચાર ભંગ પ્રાપ્ત થાય છે.
२६ मणपज्जवणाणीणंभंते!पुच्छ?गोयमा !अत्याइएबंधी बंधइबंधिस्सइ,अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइण बंधिस्सइ । केवलणाणे चरमो भगो। एवं एएणं कमेणं णोसण्णोवउत्ते बिइयविहूणा जहेव मणपज्जवणाणे । अवेयए अकसायी यतइयचउत्था जहेव सम्मामिच्छत्ते। अजोगिम्मिचरिमो, सेसेसुपएसुचत्तारि भंगा जाव अणागारोवउत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાની જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કોઈ મન:પર્યવજ્ઞાનીએ આયુષ્ય કર્મ (૧) બાંધ્યું હતું, બાંધે છે અને