________________
શ્રી ભગવતી સૂત્ર–૫
વેદનીય કર્મમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ સંભવિત છે. (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; આ ભંગ અભવી જીવોની અપેક્ષાએ છે તથા તેરમા ગુણસ્થાનના દ્વિચરમ સમય પર્યંતના ભવી જીવોની અપેક્ષાએ છે. (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં– આ ભંગ તેરમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી કેવળીની અપેક્ષાએ ઘટિત થાય છે. (૪) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં, આ ભંગ ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી કેવળીની અપેક્ષાએ છે. ત્રીજો ભંગ– બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, તે અસંભવિત છે. કારણ કે વેદનીય કર્મનો અબંધ ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થામાં જ થાય છે. ત્યાર પછી તે જીવ શીઘ્ર સર્વ કર્મોથી મુક્ત થઈ સિદ્ધ અવસ્થા પામે છે. આ કારણે વેદનીય કર્મના અબંધક થયા પછી કોઈ જીવ પુનઃ વેદનીય કર્મનો બંધ કરતા નથી, તેથી ત્રીજો ભંગ થતો નથી. સલેશી :– સલેશી જીવોમાં પૂર્વોક્ત યુક્તિથી ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. તેમાં ચોથો ભંગ અયોગી કેવળીની અપેક્ષાએ છે પરંતુ અયોગી અવસ્થામાં જીવ અલેશી હોય છે. તેમ છતાં આ સૂત્રના પ્રમાણથી ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થાના પ્રથમ સમયે ઘંટનાદના રણકારની જેમ પરમ શુક્લ લેશ્યા હોય છે અને તેથી સલેશી અવસ્થામાં ચોથો ભંગ ઘટિત થાય છે, યથા- અત વ વવના યોશિના प्रथमसमये घण्टालालान्यायेन परमशुक्ललेश्याऽस्ति इति सलेश्यस्य चतुभंगकः संभवति । - टी.
૪૫૮
કૃષ્ણાદિ પાંચ લેશ્યાવાળા જીવોમાં અયોગીપણાનો અભાવ હોવાથી તે વેદનીયકર્મના અબંધક થતા નથી, તેથી તેમાં પ્રથમ બે ભંગ હોય છે. શુક્લલેશીમાં સલેશીની સમાન ત્રણ ભંગ હોય છે. અલેશીમાં એક ચોથો ભંગ હોય છે.
પક્ષ :- કૃષ્ણપાક્ષિક જીવોમાં અયોગીપણાનો અભાવ હોવાથી પ્રથમ બે ભંગ હોય છે. શુક્લપાક્ષિક જીવો અયોગી પણ હોય છે, તેથી તેમાં ત્રીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે.
દૃષ્ટિ :- સમ્યગ્દષ્ટિ જીવોમાં અયોગીપણાની સંભાવના હોવાથી તેમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. મિથ્યાદષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિમાં અયોગીપણાનો અભાવ હોવાથી પ્રથમ બે ભંગ હોય છે. જ્ઞાન :– જ્ઞાની અને કેવળજ્ઞાનીમાં અયોગીપણું સંભવિત છે, તેથી તેમાં ત્રીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે. આભિનિબોધિક જ્ઞાન આદિ ચાર જ્ઞાનમાં પ્રથમ બે ભંગ હોય છે. કેવળજ્ઞાનમાં તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયથી દ્વિચરમ સમય પર્યંત પ્રથમ ભંગ, તેરમા ગુણસ્થાનના ચરમ સમયે બીજો ભંગ અને ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થામાં ચોથો ભંગ હોય છે.
આ રીતે સંજ્ઞોપયુક્ત, સવેદક, સકષાયી, સયોગી જીવોમાં પ્રથમ બે ભંગ; નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકાર અને અનાકારોપયોગી જીવોમાં ત્રીજો ભંગ છોડીને શેષ ત્રણ ભંગ અને અયોગીમાં એક ચોથો ભંગ હોય છે. સંક્ષેપમાં જ્યાં અયોગી અવસ્થાનો સંભવ છે, ત્યાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ અને જ્યાં અયોગી અવસ્થાનો સંભવ નથી, ત્યાં પહેલો અને બીજો, બે ભંગ જ પ્રાપ્ત થાય છે અને જ્યાં માત્ર અયોગી અવસ્થા જ હોય ત્યાં એક ચોથો ભંગ હોય છે.
મોહનીય કર્મનો ત્રૈકાલિક બંધ :
२२ जीवे णं भंते! मोहणिज्जं कम्म किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! जहेव पावं कम्म तहेव मोहणिज्जंपि णिरवसेसं जाव वेमाणिए ।
ભાવાર્થ:
પ્રશ્ન- હે ભગવન્ ! જીવે મોહનીય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ?