________________
શતક—૨૬ : ઉદ્દેશક-૧
૧૮ બોલોમાં ચાર ભંગ; અલેશી, અયોગી, કેવળજ્ઞાની તે ત્રણ બોલોમાં ચોથો ભંગ; અકષાયીના એક બોલમાં ત્રીજો, ચોથો, બે ભંગ અને શેષ ૨૫ બોલમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મબંધના પ્રથમ બે ભંગ હોય છે. વેદનીય કર્મનો ત્રૈકાલિક બંધ :
२० जीवे णं भंते! वेयणिज्जं कम्मं किं बंधी, बंधइ, बंधिस्सइ पुच्छा ?
૪૫૭
गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बंधिस्सर, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ । सलेस्से वि एवं चेव तइयविहूणा भंगा । कण्हलेस्से जाव पम्हलेस्सेपढमबिइया भंगा, सुक्कलेसे तइयविहूणा भंगा, अलेस्से चरिमो भंगो। कण्हपक्खिए पढमबिइया। सुक्कपक्खिया तइयविहूणा । एवंसम्मदिट्ठिस्स वि । मिच्छादिट्ठिस्स सम्मामिच्छादिट्ठिस्स य पढमबिइया । णाणिस्स तइयविहूणा, आभिणिबोहियणाणी जावमणपज्जवणाणी पढमबिइया । केवलणाणीतइयविहूणा । एवंणोसण्णोवउत्ते, अवेयर, अकसायी, सागारोवउत्ते अणागारोवउत्ते एएसु तइयविहूणा । अजोगिम्मि य चरिमो, सेसेसु य पढम बिइया । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જીવે શું વેદનીય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ?
।
ઉત્તર– હે ગૌતમ ! (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં, (૩) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં, આ ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. આ જ રીતે સલેશી જીવોમાં પણ ત્રીજા ભંગને છોડીને શેષ ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. કૃષ્ણલેશી યાવત્ પદ્મલેશીમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. શુક્લલેશી જીવોમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. અલેશીમાં ચોથો ભંગ હોય છે. કૃષ્ણપાક્ષિક જીવોમાં પહેલો અને બીજો ભંગ, શુક્લ પાક્ષિક જીવોમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. આ જ રીતે સમ્યગ્દષ્ટિ જીવોમાં ત્રણ ભંગ હોય છે, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોમાં પહેલો અને બીજો ભંગ હોય છે. જ્ઞાની જીવોમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. આભિનિબોધિક જ્ઞાની યાવત્ મનઃપર્યવજ્ઞાનીમાં પહેલો અને બીજો ભંગ હોય છે તથા કેવળજ્ઞાનીમાં ત્રીજા ભંગ સિવાય ત્રણ ભંગ હોય છે, આ રીતે નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત, આ સર્વમાં ત્રીજા ભંગ સિવાયના ત્રણ ભંગ હોય છે. અયોગીમાં એક ચોથો ભંગ હોય છે. શેષ સર્વમાં પહેલો અને બીજો ભંગ હોય છે.
२१ रइए णं भंते! वेयणिज्जं कम्मं बंधी, बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं णेरइया जाववेमाणिय त्ति । जस्स जं अत्थि सव्वत्थ वि पढम बिइया, णवरं - मणुस्से जहा जीवे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈયિક જીવે વેદનીય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! સમુચ્ચય જીવના કથનની જેમ નૈરયિકથી વૈમાનિક પર્યંત વેદનીય કર્મ બંધ સંબંધી કથન કરવું, વિશેષમાં ૪૭ બોલમાંથી જેને જે બોલ હોય તે કહેવા જોઈએ. તે સર્વમાં વેદનીયકર્મ બંધ સંબંધી પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. મનુષ્યનું કથન સામાન્ય જીવોના કથન પ્રમાણે કરવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વેદનીયકર્મના ત્રૈકાલિક બંધ વિષયક નિરૂપણ છે. વેદનીય કર્મનો બંધ તેર ગુણસ્થાન
સુધી થાય છે.