________________
શ્રી ભગવતી સૂત્ર-૫
૪૫
પદ અને મનુષ્ય પદમાં સકાથી યાવત્ લોભકષાયીમાં પહેલો અને બીજો, આ બે ભંગ જ કહેવા જોઈએ. શેષ કથન વૈમાનિક પર્યંત પૂર્વવત્ જાણવું. જ્ઞાનાવરણીય કર્મની સમાન દર્શનાવરણીય કર્મના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં અગિયાર દ્વારના ૪૭ બોલોના માધ્યમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ત્રૈકાલિક બંધ વિષયક નિરૂપણ છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મબંધના ભંગ ઃ– સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો જ્ઞાનાવરણીય · કર્મ બાંધે છે. જ્ઞાનાવરણીય કર્મ દશ ગુણસ્થાન સુધી બંધાય છે. સમુચ્ચય જીવમાં પાપકર્મના બંધની જેમ જ્ઞાનાવરણીય કર્મોના ચાર ભંગ હોય છે. તે આ પ્રમાણે ઘટિત થાય છે—
(૧) બાંધ્યુ હતું, બાંધે છે, બાંધશે આ ભંગ અભવી જીવોની અપેક્ષાએ તેમજ દશમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધીના ભવી જીવોની અપેક્ષાએ છે. તે જીવોને ત્રૈકાલિક જ્ઞાનાવરણીયકર્મનો બંધ થાય છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે. બાંધશે નહીં– આ ભંગ ક્ષપક શ્રેણીવાળા ભવી જીવોને દશમા ગુણસ્થાનના ચરમ સમયે હોય છે. તે જીવો વર્તમાનમાં જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે પરંતુ અનંતર સમયે બારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરશે ત્યારે જ્ઞાનાવરણીય કર્મના અબંધક થઈ જશે.
(૩) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે- આ ભંગ અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાને જ્ઞાનાવરણીયકર્મ બાંધતા નથી પરંતુ તે જ્યારે દસમા ગુણસ્થાનને પ્રાપ્ત કરશે ત્યારે જ્ઞાનાવરણીયકર્મ બાંધશે.
(૪) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં– આ ભંગ બારમા, તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં જ્ઞાનાવરણીય કર્મના અબંધક હોય છે અને ભવિષ્યમાં પણ તે મોક્ષ પ્રાપ્ત કરનારા છે, તેથી જ્ઞાનાવરણીય કર્મને બાંધશે નહીં.
આ રીતે સમુચ્ચય જીવોમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધના ચાર ભંગ પ્રાપ્ત થાય છે. મનુષ્યોને છોડીને શેષ ૨૩ દંડકના જીવો જ્ઞાનાવરણીયકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી તેમાં પ્રથમ બે ભંગ જ ઘટિન થાય છે.
સમુચ્ચય જીવોમાં અને મનુષ્યના દંડકમાં ૪૭ બોલોમાંથી સકથાથી અને લોભકષાયીને છોડીને શેષ ૪૫ બોલોનું કથન પાપકર્મ બંધની સમાન છે.
સકષાયી-લોભકષાયી :– સકષાયી અને લોભકષાયી જીવોમાં પાપકર્મ બંધના ચાર ભંગ હોય છે. પરંતુ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મ બંધમાં પ્રથમ બે ભંગ જ હોય છે. સકષાયાવસ્થા અને લોભકષાયનો ઉદય દશ ગુણસ્થાન સુધી હોય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ પણ દશ ગુણસ્થાન સુધી થાય છે તેથી સકષાયી કે લોભ કષાયી જીવો જ્ઞાનાવરણીયકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી તેમાં અંતિમ બે ભંગ ઘટિત થતા નથી.
આ રીતે સમુચ્ચય જીવ, સલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમ્યગ્દષ્ટિ, સત્તાની, પ્રથમ ચાર જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી, સાકાર અનાકાર ઉપયોગી તે