________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
૪૪૯.
ભાવાર્થ:- સમ્યગુદષ્ટિમાં ચાર ભંગ, મિથ્યાદષ્ટિમાં પ્રથમ બે ભંગ, સમ્યગુમિથ્યાદષ્ટિ જીવોમાં પણ તે જ રીતે પ્રથમ બે ભંગ જાણવા. વિવેચન :સગર્દષ્ટિ - પ્રસ્તુત સૂત્રમાં દષ્ટિ દ્વારથી (૧) સમ્યમ્ દષ્ટિ, (૨) મિથ્યા દષ્ટિ અને (૩) મિશ્ર દષ્ટિ જીવોમાં કર્મબંધ-અબંધનું નિરૂપણ છે.
સમ્યક્ દષ્ટિ જીવોમાં પહેલું ત્રીજું છોડીને બીજું ગુણસ્થાન અને ચારથી ચૌદ, તેમ કુલ–૧૨ ગુણસ્થાન હોય છે તેથી તેમાં શુક્લપાક્ષિકની જેમ ચારે ભંગ પ્રાપ્ત થાય છે. મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોમાં ક્રમશઃ પહેલું અને ત્રીજું એક-એક ગુણસ્થાન જ હોય છે. તે જીવો મોહનીયકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી તેમાં પ્રથમ બે ભંગ પ્રાપ્ત થાય છે, અંતિમ બે ભંગ થતા નથી. (પ-૬) જ્ઞાન-અજ્ઞાનમાં સૈકાલિક બંધ:| ९ णाणीणंचत्तारिभंगा,आभिणिबोहियणाणीणं जावमणपज्जवणाणीणंचत्तारि भंगा, केवलणाणीणंचरमो भगोजहा अलेस्साणं । अण्णाणीणं पढमबिइया, एवंमइअण्णाणीणं, सुयअण्णाणीणं विभंगणाणीणं वि।। ભાવાર્થ :- જ્ઞાની જીવોમાં ચાર ભંગ, આભિનિબોધિક જ્ઞાની યાવતું મન:પર્યવજ્ઞાનીમાં ચાર ભંગ, કેવલજ્ઞાની જીવોમાં અલેશી જીવોની સમાન અંતિમ એક ભંગ પ્રાપ્ત થાય છે. અજ્ઞાની જીવોમાં પ્રથમ બે ભંગ, આ જ રીતે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં પણ પ્રથમ બે ભંગ પ્રાપ્ત થાય છે. વિવેચન :સમુચ્ચયજ્ઞાની :- પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાન દ્વારથી– (૧) સમુચ્ચય જ્ઞાની, (૨ થી ૬) મતિ જ્ઞાની આદિ પાંચ જ્ઞાનીમાં અને અજ્ઞાન દ્વારથી- (૧) સમુચ્ચય અજ્ઞાની, (ર થી ૪) ત્રણ અજ્ઞાની જીવોમાં પાપકર્મબંધઅબંધનું કથન છે. સમુચ્ચય જ્ઞાનીમાં બાર(પહેલું અને ત્રીજું છોડીને) ગુણસ્થાન હોય છે. તેથી તેમાં ચાર ભંગ ઘટિત થાય છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં ૧૨ ગુણસ્થાનમાંથી તેરમું, ચૌદમું ગુણસ્થાન છોડી દશ ગુણસ્થાન હોય છે. મન:પર્યવજ્ઞાનમાં છ થી બાર તેમ સાત ગુણસ્થાન હોય છે. દશમા અગિયારમા અને બારમા ગુણસ્થાને જીવો પાપકર્મના અબંધક થઈ જાય છે. તેથી આ ચારે ય જ્ઞાનમાં ચારે ભંગ ઘટિત થાય છે. (૧) નવમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી પ્રથમ ભંગ (૨) નવમા ગુણસ્થાનના ચરમ સમયે બીજો ભંગ (૩) ઉપશમક જીવોને દશમા, અગિયારમા ગુણસ્થાને ત્રીજો ભંગ અને (૪) ક્ષપક જીવોને દશમા, બારમા આદિ ગુણસ્થાને ચોથો ભંગ ઘટિત થાય છે.
કેવળજ્ઞાનમાં તેરમું અને ચૌદમું ગુણસ્થાન જ હોય છે. તે જીવો પાપકર્મના અબંધક જ હોય છે. તેથી અલેશી જીવોની જેમ ચોથો એક ભંગ જ ઘટિત થાય છે.
સમુચ્ચય અજ્ઞાનીમાં મતિઅજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જીવોમાં પહેલું અને ત્રીજું તેમ બે ગુણસ્થાન હોય છે. તે જીવો પાપકર્મના અબંધક થઈ શકતા નથી, તેથી ત્રીજા અને ચોથો, તે બે ભંગ