________________
૪૪૮
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) કૃષ્ણ-શુલપાક્ષિકમાં ત્રૈકાલિક બંધ :
६ कण्हपक्खिणं भंते ! जीवे पावं कम्मं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बधिस्सइ, एवं पढम बिइया भंगा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણપાક્ષિક જીવે શું પાપકર્મ બાંધ્યું હતું ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! (૧) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે. (૨) કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં. આ રીતે કૃષ્ણપાક્ષિકમાં પહેલો અને બીજો આ બે ભંગ છે.
૭ સુપવિષ ન મતે ! પીવે પાવું મં િવધી, લંધર, ધિસ્તર, પુષ્ણ ? गोयमा ! चउभंगो भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શુક્લપાક્ષિક જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! શુક્લપાક્ષિક જીવોમાં ચાર ભંગોનું કથન કરવું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પક્ષ દ્વારથી– (૧) કૃષ્ણપાક્ષિક અને (૨) શુક્લપાક્ષિક જીવોમાં પાપકર્મ બંધઅબંધની વિચારણા છે. કૃષ્ણપાક્ષિક :– જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ અર્ધપુદ્ગલ પરાવર્તન કાલથી અધિક હોય તેને કૃષ્ણપાક્ષિક કહે છે. તે જીવોને પ્રથમ ગુણસ્થાન જ હોય છે. તેથી તેમાં પહેલો અને બીજો બે ભંગ ઘટિત થાય છે. (૧) બાંધ્યુ હતું, બાંધે છે, બાંધશે— અભવી જીવો અને કૃષ્ણપક્ષી ભવી જીવોની અપેક્ષાએ આ ભંગ થાય છે. (૨) બાંધ્યુ હતું, બાંધે છે, બાંધશે નહીં– કૃષ્ણપક્ષી ભવી જીવોની અપેક્ષાએ બીજો ભંગ ઘટિત થાય છે. તે જીવો વર્તમાનમાં તો પાપકર્મના બંધક છે પરંતુ ભવિષ્યમાં શુક્લપક્ષી થઈને ક્રમશઃ પાપકર્મના અબંધક થાય છે. તેમાં ત્રીજો અને ચોથો ભંગ ઘટિત થતો નથી કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો પાપ કર્મના અબંધક થઈ શકતા નથી. તેથી તેમાં 'બાંધતા નથી' તે ભાવયુક્ત અંતિમ બે ભંગ પ્રાપ્ત થતા નથી. શુક્લપાક્ષિક :– જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલથી ન્યૂન હોય તેને શુક્લપાક્ષિક કહે છે. તે જીવો ભવી જ હોય છે. તેમાં ચૌદ ગુણસ્થાન હોય છે તેથી તેમાં ચારે ભંગ ઘટિત થાય છે. પ્રથમ ભંગ :– બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે— આ ભંગ મિથ્યાત્વી ભવી જીવોની અપેક્ષાએ છે. તે જીવો ઉપશમ કે ક્ષપક અવસ્થાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અર્થાત્ નવમા ગુણસ્થાનના બે સમય શેષ હોય ત્યાં સુધી તેનો કર્મબંધ ચાલુ જ રહે છે. તેથી તેમાં પ્રથમ ભંગ ઘટિત થાય છે.
બીજો ભંગ ઃ– બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– આ ભંગ નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી ઉપશમ કે ક્ષપક શ્રેણીવાળા જીવોની અપેક્ષાએ ઘટિત થાય છે.
ત્રીજો ભંગ :– આ ભંગ શુક્લપાક્ષિક ઉપશમ શ્રેણીવાળા દશમા, અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે ચોથો ભંગ− આ ભંગ શુક્લપાક્ષિક ક્ષપક શ્રેણીવાળા દશમા, બારમા આદિ ગુણસ્થાનવર્તી
જીવોની અપેક્ષાએ છે.
(૪) ત્રણ દૃષ્ટિમાં ત્રૈકાલિક બંધઃ
८ सम्मदिट्ठीणं चत्तारि भंगा, मिच्छादिट्ठीणं पढमबिइया, सम्मामिच्छादिट्ठीणं एवं चैव ।