________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૪૪૭ ]
अत्यंगइए बंधी बंधइ बंधिस्सइ, एवं चउभंगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ ચારે ભંગ સમજવા. | ४ कण्हलेस्सेणं भंते ! जीवे पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! अत्थेगइए बधी बंधइ बधिस्सइ, अत्थेगइए बधी बंधइ ण बधिस्सइ । एवं जावपम्हलेसे, सव्वत्थ पढमबिइयभगा । सुक्कलेस्सेजहा सलेस्सेतहेव चउभगो। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; (૨) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે પરંતુ ભવિષ્યમાં બાંધશે નહીં. આ રીતે કૃષ્ણલેશીથી પાલેશી પર્યત સર્વમાં પ્રથમ અને દ્વિતીય બે ભંગ હોય છે. શુક્લલશીમાં સલેશીની સમાન ચાર ભંગ જાણવા. | ५ अलेस्सेणं भंते! जीवे पावं कम्मं, किंबंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! बंधी ण बंधइ ण बंधिस्सइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અલેશી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! અલેશી જીવે પાપકર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતો નથી અને બાંધશે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વેશ્યા દ્વારના આઠ બોલ- (૧) સલેશી જીવો (૨ થી ૭) કૃષ્ણલેશીથી શુક્લલેશી પર્યત છ વેશ્યા સહિત જીવો અને (૮) અલેશી જીવોમાં કર્મબંધ સંબંધી ચાર ભંગ વિષયક નિરૂપણ છે. સલેશી– સલેશી જીવોમાં એકથી તેર ગુણસ્થાન હોય છે. તેમાં પાપ કર્મ બંધક-અબંધકના સર્વ ભંગ સંભવિત છે.
(૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે– આ ભંગ સલેશી અભવી જીવોની અપેક્ષાએ છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– આ ભંગ સલેશી ચરમ શરીરી ભવી જીવોની અપેક્ષાએ છે. (૩) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે– આ ભંગ સલેશી ઉપશમશ્રેણીને પ્રાપ્ત દશમા, અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. (૪) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં. આ ભંગ સલેશી ક્ષપક શ્રેણીને પ્રાપ્ત દશમાં બારમા આદિ ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. કષણાદિ પાંચ લેશ્યા- તેમાં એકથી સાત ગુણસ્થાન હોય છે. તેથી તે જીવો પાપકર્મના બંધક જ હોય છે. તેમાં પણ અભવી જીવોની અપેક્ષાએ પ્રથમ ભંગ અને ભવી જીવોની અપેક્ષાએ બીજો ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ત્રીજો અને ચોથો ભંગ આ લેશ્યાઓમાં થતો નથી. કારણ કે તે જીવોમાં પાપ કર્મનો બંધ નિયમા હોય છે, અબંધ હોતો નથી. શક્ષલેશી- તેમાં એકથી તેર ગુણસ્થાન હોય છે. તેથી સલેશીની સમાન ચારે ભંગ પ્રાપ્ત થઈ શકે છે. અલેશી- અલેશીમાં એક ચોથો ભંગ પ્રાપ્ત થાય છે, કારણ કે ચૌદમાં ગુણસ્થાનવર્તી અયોગી જીવો જ અલેશી હોય છે અને તે સર્વ કર્મોના અબંધક હોય છે.