________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન− તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ પૂછ્યું- હે ભગવન્ ! (૧) જીવે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું બાંધતો નથી, બાંધશે; (૪) બાંધ્યું હતું, બાંધતો નથી બાંધશે નહીં ? ઉત્તર− હે ગૌતમ ! (૧) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; (૨) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. (૩) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે; (૪) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં. વિવેચન :
૪૪૬
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય જીવના ત્રૈકાલિક પાપ કર્મ બંધ વિષયક ચાર ભંગથી વિચારણા કરી છે.
જીવ અનાદિકાલથી કર્મસહિત અને કષાય સહિત છે. જ્યાં સુધી તે કષાય સહિત છે, ત્યાં સુધી સમયે-સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. જ્યારે તે ઉપશમ અથવા ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત થાય, ત્યારે કષાય રહિત થવાથી પાપકર્મનો બંધ અટકે છે પરંતુ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત થયેલો જીવ ત્યાંથી પતિત થઈને પુનઃ સકષાયાવસ્થાને પ્રાપ્ત થાય અને પાપકર્મનો બંધ કરે છે. જે જીવ ક્ષપક શ્રેણીને પ્રાપ્ત થાય, જે જીવે મોહનીય કર્મરૂપ પાપકર્મનો ક્ષય કર્યો છે તે જીવ તે અવસ્થાથી પતિત થતા નથી અને કર્મબંધ કરતા નથી. આ રીતે જીવોની વિવિધ અવસ્થાની અપેક્ષાએ કર્મબંધના ચાર ભંગ થાય છે—
(૧) બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે ઃ– આ ભંગ અભવી જીવોની અપેક્ષાએ છે. તે જીવો હંમેશાં કષાય સહિત હોય છે તેથી ત્રણે કાલમાં તેની પાપકર્મ બંધની પરંપરા ચાલુ જ રહે છે. તે ઉપરાંત નવમા ગુણસ્થાન સુઘીના ભવી જીવોને પણ પાપકર્મનો બંધ થાય છે. તેથી નવમા ગુણસ્થાનના વિચરમ સમય સુધીના જીવોની અપેક્ષાએ પણ પ્રથમ ભંગ ઘટિત થાય છે. નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી જીવોમાં બીજો ભંગ ઘટિત થાય છે. પાપકર્મનો બંધ નવગુલસ્થાન સુધી થાય છે. તેથી નવમા ગુણસ્થાનથી ઉપરના ગુળસ્થાનને પ્રાપ્ત થયેલા ભવી જીવો જ પાપકર્મ બંધની પરંપરાને અટકાવી શકે છે.
(૨) બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં ઃ- આ ભંગ ચરમશરીરી ભવી જીવોની અપેક્ષાએ છે, નવમા ગુણસ્થાનના ચરમ સમય સુધી પાપકર્મનો બંધ થાય છે પરંતુ નવમા ગુણસ્થાનના અંતિમ સમયે સ્થિત જીવ દશમા ગુણસ્થાને પ્રવેશ કરીને મોહનીયકર્મનો બંધ કરશે નહીં. તેથી નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી ક્ષેપક જીવોને આ ભંગ પ્રાપ્ત થાય છે.
–
(૩) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે ઃ– આ ભંગ ઉપશમ અવસ્થાને પ્રાપ્ત દસમા, અગિયારમા ગુણસ્થાનવર્તી ભવી જીવોની અપેક્ષાએ છે કારણ કે તે જીવો પાપ કર્મ બાંધતા નથી પરંતુ ઉપશમનો સમય પૂર્ણ થતાં કષાયનો ઉદય થાય છે. ત્યારે પુનઃ સકષાયાવસ્થાને પ્રાપ્ત થઇને તે જીવ પાપ કર્મોનો બંધ કરશે. (૪) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં :– આ ભંગ ક્ષેપક શ્રેણીગત દશમા, બારમા આદિ ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાને પાપકર્મ બાંધતા નથી અને ભવિષ્યમાં મોક્ષે જવાના છે, તેથી પાપકર્મ બાંધશે પણ નહીં.
અહીં બાંધ્યું હતું”ના ચાર ભંગ બન્યા છે, તે જ રીતે ‘બાંધ્યુ નથી' તેના ચાર ભંગ બનતા નથી કારણ કે ભૂતકાલમાં પાપકર્મ બાંધ્યું ન હોય તેવા કોઈ પણ જીવો નથી, દરેક જીવોની કર્મબંધની પરંપરા અનાદિકાલીન છે. આ રીતે સમુચ્ચય જીવોમાં પૂર્વોક્ત ચાર ભંગ પ્રાપ્ત થાય છે.
(ર) લેશ્યામાં ત્રૈકાલિકબંધ :
३ सलेस्से णं भंते! जीवे पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सह, पुच्छा ? गोयमा !