________________
શતક-૨૬: ઉદ્દેશક-૧
[ ૪૪પ |
'શતક-ર૬: ઉદ્દેશક-૧
ઔદિક
[ણમોલુયદેવયાણ ભાવUI] વિષય નિરૂપક અગિયાર દ્વાર:
जीवा यलेस्स पक्खिय, दिट्ठिणाण अण्णाण सण्णाओ। - वेय कसाए जोग उवओग, एक्कारस विठाणा ॥ ભાવાર્થ:- આ શતકમાં અગિયાર ઉદ્દેશક છે. તેમાં અગિયાર દ્વારથી વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ (૨) લેશ્યા (૩) પાક્ષિક(શુક્લપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક) (૪) દષ્ટિ (૫) જ્ઞાન (૬) અજ્ઞાન (૭) સંજ્ઞા (૮) વેદ (૯) કષાય (૧૦) યોગ (૧૧) ઉપયોગ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં કથિત અગિયાર દ્વારના કુલ ૪૭ બોલ થાય છે. આ શતકના અગિયારે અગિયાર ઉદ્દેશકોમાં આ ૪૭ બોલ દ્વારા સંપૂર્ણ વર્ણન છે. તે ૪૭ બોલ આ પ્રમાણે છે(૧) જીવ દ્વાર–૧ બોલ સમુચ્ચય જીવ. (૨) લેશ્યા દ્વાર-૮ બોલ (૧) સલેશી (૨ થી ૭) છ વેશ્યા (૮) અલેશી. (૩) પક્ષ દ્વાર– ૨ બોલ (૧) કૃષ્ણપાક્ષિક (૨) શુક્લપાક્ષિક. (૪) દષ્ટિ દ્વાર– ૩ બોલ (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યા દષ્ટિ (૩) મિશ્ર દષ્ટિ. (૫) જ્ઞાન દ્વાર– ૬ બોલ (૧) સમુચ્ચયજ્ઞાન (૨ થી ૬) પાંચ જ્ઞાન. (૬) અજ્ઞાન દ્વાર૪ બોલ (૧) સમુચ્ચય અજ્ઞાન (૨ થી ૪) ત્રણ અજ્ઞાન. (૭) સંજ્ઞા દ્વાર– ૫ બોલ (૧ થી ૪) આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત (૫) નોસંજ્ઞોપયુક્ત. (૮) વેદ દ્વાર- ૫ બોલ (૧) સવેદી (૨ થી ૪) ત્રણ વેદ (૫) અવેદી. (૯) કષાય દ્વાર– ૬ બોલ (૧) સકષાયી (૨ થી ૫) ચાર કષાય (૬) અકષાયી. (૧૦) યોગ દ્વાર– ૫ બોલ (૧) સયોગી (૨ થી ૪) ત્રણ યોગ (૫) અયોગી. (૧૧) ઉપયોગ દ્વાર- ૨ બોલ (૧) સાકારોપયોગી (૨) અનાકારોપયોગી.
આ રીતે ૧+૮+૨+૩++૪+૫+૫++૫+૨ = ૪૭ બોલ. (૧) જીવનો સૈકાલિક બંધ:| २ तेणं कालेणंतेणंसमएणं रायगिहे जावएवं वयासी-जीवेणं भंते ! पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, बंधी बंधइ ण बंधिस्सइ, बंधी ण बंधइ बंधिस्सइ, बंधी ण बंधइ ण बंधिस्सइ ? गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ ।