________________
४४४
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૬ઃ ઉદ્દેશક-૧ RRORળ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં સમુચ્ચય જીવોમાં વેશ્યા આદિ ૧૧ દ્વારના ૪૭બોલના માધ્યમથી સૈકાલિક કર્મબંધની વિચારણા છે. તેમાં પાપકર્મ અને આઠકર્મ તેમ નવ પ્રકારે, સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવો, તે ૨૫ સ્થાનની અપેક્ષાએ વર્ણન છે. ૨૪ દંડકના જીવોમાં જેને જેટલા બોલ પ્રાપ્ત થતાં હોય તેની અપેક્ષાએ વિચારણા છે. સર્વ પ્રથમ પાપકર્મ, મોહનીયકર્મની વિચારણા છે, ત્યાર પછી શેષ સાત કર્મ બંધની વિચારણા છે. પ્રસ્તુત શતકમાં “પાપકર્મ' શબ્દનો પ્રયોગ સમુચ્ચય આઠેય કર્મોની અપેક્ષાએ અને મોહકર્મની મુખ્યતાએ થયો છે. જીવ અનાદિકાલથી કર્મ સહિત છે અને કર્મ સહિત જીવ સમયે સમયે કર્મનો બંધ કરે છે. પરંતુ જીવનો અધ્યાત્મ વિકાસ થાય, તે ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યારે કર્મબંધ અટકી જાય છે. ક્યારેક જીવ ઉચ્ચતમ અવસ્થાથી પણ પતિત થઈ જાય, તો પુનઃ કર્મબંધ ચાલુ થઈ જાય છે. આ રીતે અનંત જન્મ મરણમાં જીવની વિભિન્ન અવસ્થાઓના આધારે કર્મબંધની પણ વિભિન્ન અવસ્થાઓ સંભવિત છે. સૂત્રકારે ચાર ભંગ દ્વારા આ વિષયને સ્પષ્ટ કર્યો છે– (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં. સુત્રકારે આ ચાર ભંગોથી પ્રત્યેક બોલમાં પ્રાપ્ત થતાં ગુણસ્થાન અનુસાર બંધ વિકલ્પનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આ રીતે આ ઉદ્દેશકમાં જીવની વિભિન્ન અવસ્થાઓના આધારે તેના સૈકાલિક કર્મબંધનું વિશદ વર્ણન પ્રાપ્ત થાય છે.