________________
શ્રી ભગવતી સૂત્ર-૫
ઘટિત થતા નથી. તેમાં પ્રથમ ભંગ અભવી જીવોની અપેક્ષાએ અને બીજો ભંગ ભવી જીવોની અપેક્ષાએ હોય છે.
૪૫૦
(૭) સંજ્ઞામા ત્રૈકાલિક બંધ ઃ
१० आहारसणवत्ताणं जाव परिग्गहसण्णोवउत्ताणं पढमबिइया, गोसण्णोवउत्ताणंचत्तारि । ભાવાર્થ:- આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત જીવોમાં પ્રથમ બે ભંગ અને નોસંજ્ઞોપયુક્ત જીવોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞા દ્વારથી– (૧ થી ૪) આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત અને (૫) નોસંજ્ઞોપયુક્ત જીવોમાં પાપકર્મબંધ-અબંધની વિચારણા છે.
સંશોપયુક્ત જીવ– જે આહારાદિની આસક્તિ કે આહારાદિમાં ઉપયોગવાન હોય તેને સંશોપયુક્ત કહે છે. તેમાં એકથી છ ગુણસ્થાન હોય છે. તે જીવો મોહનીયકર્મનો ઉપશમ કે ક્ષય કરી શકતા નથી, તેથી તેમાં ત્રીજો અને ચોથો ભંગ નથી. અભવી તથા છ ગુણસ્થાન સુધીના ભવી જીવોની અપેક્ષાએ પ્રથમ ભંગ અને ચરમ શરીરી ભવી જીવોની અપેક્ષાએ બીજો ભંગ હોય છે.
નોસંશોપયુક્ત જીવ– જે આહારાદિની આસક્તિથી રહિત અથવા આહારાદિના ઉપયોગ રહિત હોય તેને નોસંશોપયુક્ત કહે છે. તેમાં પ્રાયઃ સાતથી ચૌદ ગુણસ્થાન હોય છે. તે જીવો મોહનીયકર્મનો ઉપશમ કે ક્ષય કરી શકે છે, તેથી તેમાં ચારે ય ભંગ ઘટિત થાય છે.
(૮) વેદમાં ઐકાલિક બંધ :
११ | सवेयगाणं पढमबिइया । एवंइत्थीवेयगा, पुरिसवेयगा, णपुंसगवेयगा वि । अवेयगाणं चत्तारि ।
ભાવાર્થ:- સવેદક જીવોમાં પ્રથમ બે ભંગ હોય છે. આ રીતે સ્ત્રીવેદક, પુરુષવેદક તથા નપુંસક વેદકમાં પણ પ્રથમ બે ભંગ પ્રાપ્ત થાય છે. અવેદકમાં ચારે ય ભંગ પ્રાપ્ત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વેદ ારના માધ્યમે– (૧) સવેદી (૨ થી ૪) સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસક વેદી (૫) અવેદી જીવોમાં પાપકર્મ બંધ-અબંધનું કથન છે.
સવેદી અને ત્રણે ય વેદી જીવો મોહનીય કર્મના ઉપશામક કે ક્ષપક હોતા નથી. તેથી તેમાં પ્રથમ બે ભંગ જ ઘટિત થાય છે. અવેદી જીવો ઉપશામક કે ક્ષપક હોય છે. તેથી તેમાં ચારે ય ભંગ પ્રાપ્ત થઈ શકે છે. (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે— નવમા ગુણસ્થાનમાં પાપકર્મોનો બંધ થાય છે. તે જીવોને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાપકર્મબંધ થવાનો જ છે. તેથી પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– નવમા ગુણસ્થાનના ચરમ સમયવર્તી ક્ષપક શ્રેણીવાળા જીવોને આ ભંગ હોય છે કારણ કે તે જીવો વર્તમાનમાં બાંધે છે પરંતુ તે દશમા ગુણસ્થાને જઈને પાપકર્મના