________________
શતક-૨૫: ઉદ્દેશક-૮
[ ૪૩૯ |
ठिइक्खएणं, एवं खलु तेसिं जीवाणं गई पवत्तइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોની ગતિ શામાટે થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવોનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી ગતિ થાય છે.
५ तेणं भंते ! जीवा किं आयड्डीए उववज्जति, परिड्डीए उववज्जति? गोयमा ! आयड्डीए उववज्जति,णो परिड्डीए उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો આત્મઋદ્ધિથી(આત્મ શક્તિથી) ઉત્પન્ન થાય છે કે પરઋદ્ધિ (અન્યની શક્તિ)થી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જીવો આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પરઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. |६ तेणं भंते !जीवा किं आयकम्मुणा उववज्जति, परकम्मुणा उववज्जति? गोयमा! आयकम्मुणा उववज्जति,णो परकम्मुणा उववज्जति? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો પોતાના કર્મોથી ઉત્પન્ન થાય છે કે અન્યના કર્મોથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પોતાના કર્મોથી જ ઉત્પન્ન થાય છે, અન્યના કર્મોથી ઉત્પન્ન થતા નથી. |७ ते णं भंते ! जीवा किं आयप्पओगेणं उववजंति, परप्पओगेणं उववजंति ? गोयमा ! आयप्पओगेणं उववज्जति, णो परप्पओगेणं उववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જીવો આત્મપ્રયોગ એટલે પોતાના વ્યાપારથી ઉત્પન્ન થાય છે કે પરપ્રયોગથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પર પ્રયોગથી નહીં.
८ असुरकुमाराणं भंते !कहं उववति? जहाणेरइया तहेवणिरवसेसं जावणो परप्पओगेणं उववति । एवं एगिंदियवज्जा जाववेमाणिया। एगिदिया एवं चेव । णवरं चउसमइओ विग्गहो, सेसंतंचेव। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોની સમાન અસુરકુમાર દેવો પણ ઉત્પન્ન થાય છે, યાવત્ આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહીં. આ રીતે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. એકેન્દ્રિયોનું કથન પણ તે જ પ્રકારે છે પરંતુ તેની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ચાર સમય સુધીની હોય છે. શેષ પૂર્વવતુ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની ઉત્પત્તિ અને શીઘ્રગતિ વિષયક ચાર તથ્યોને સ્પષ્ટ કર્યા છે– (૧) દષ્ટાંત સહિત જીવની ઉત્પત્તિ, (૨) જીવની શીધ્ર ગતિ અને તેનો વિષય, (૩) આયુષ્ય બંધનું કારણ અને, (૪) ગતિનું કારણ. (૧) જીવની ઉત્પત્તિ- સૂત્રકારે જીવની ઉત્પત્તિને નવવ:- કૂદતા પુરુષના દષ્ટાંતના માધ્યમથી સમજાવી છે. કૂદકો મારનાર પુરુષ એક સ્થાનેથી કૂદકો મારીને સીધો ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે, વચ્ચે કયાંય