________________
૪૩૮
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૮
ઓરિક
ચોવીસ દંડકના જીવોની શીઘ ગતિ આદિઃ| १ रायगिहे जाव एवं वयासी- जेरइया णं भंते ! कहं उववज्जति? गोयमा !से जहाणामए पवए पवमाणे अज्झवसाणणिव्वत्तिएणंकरणोवाएणंसेयकालेतंठाणंविप्पजहित्ता पुरमठाणंड्वसंपज्जित्ताणविहरइ, एवामेव एएविजीवापवओविवपवमाणा अज्झवसाणणिव्वत्तिएणंकरणोवाएणंसेयकालेतंभवंविप्पजहित्तापुरमंभवंउवसंपज्जित्ताणविहरति । શબ્દાર્થ - પવE-પ્લવક, કૂદનાર પવનો ફૂદતા પુરમ ઢાળ પુરોવર્તિસ્થાન-સન્મુખસ્થાન, ગંતવ્ય સ્થાન પુરિનમવંતવ્ય ના મવામીત્યર્થઃ આગામી ભવસ્થાન સેવાને આગામી કાલનો વિચાર કરીને ત્યાર પછી વિચાર કર્યા પછી. ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવતુ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ કૂદતો પુરુષ અધ્યવસાય વિશેષથી “મારે કૂદવું છે,” તે વિચારથી, કૂદવાના ઉપાયથી, તે સંકલ્પ કર્યા પછી પોતાના પૂર્વ સ્થાનને છોડીને ભવિષ્ય કાલના ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય છે, તે જ રીતે જીવ પણ અધ્યવસાય વિશેષથી, પોતાના કર્મ રૂપ ઉપાયથી અંતિમ સમયે તે પૂર્વભવને છોડીને, આગામી ભવ સ્થાનને પ્રાપ્ત કરીને ઉત્પન્ન થાય છે. |२ तेसिणं भंते ! जीवाणं कह सीहा गई,कहंसीहे गइविसए पण्णत्ते? गोयमा !से जहाणामए केइ पुरिसेतरुणे बलवं, एवं जहा चोद्दसमसए पढमुद्देसए जावतिसमएण वा विग्गहेणं उववज्जति । तेसिणंजीवाणंतहा सीहा गई, तहा सीहा गइविसए पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોની શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય કેવો છે? ઉત્તરહે ગૌતમ! જે રીતે કોઈ પુરુષ તરુણ અને બલવાન હોય, ઇત્યાદિ શતક–૧૪/૧ અનુસાર યાવત તે જીવ ત્યાં એક, બે કે ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. આ રીતે તે જીવોની તથા પ્રકારની જ શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય હોય છે. | ३ तेणं भंते!जीवा कह परभवियाउयंपकरैति? गोयमा! अज्झवसाणजोगणिव्वत्ति एणं करणोवाएणं; एवं खलु ते जीवा परभवियाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો પરભવનું આયુષ્ય કઈ રીતે બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવો પોતાના અધ્યવસાય અને મન, વચન, કાયયોગ દ્વારા સંપાદન કરેલા કર્મબંધના હેતુ દ્વારા પરભવનું આયુષ્ય બાંધે છે. | ४ तेसिणं भंते ! जीवाणं कहंगई पवत्तइ ? गोयमा ! आउक्खएणं, भवक्खएणं,