________________
શતક-૨૫: ઉદ્દેશ૪-૮ થી ૧૨
[ ૪૩૭]
શતક-રપઃ ઉદ્દેશક-૮ થી ૧ર RoROજળ સંક્ષિપ્ત સાર છRoROR
આ પાંચ ઉદ્દેશકમાં જીવની ઉત્પત્તિ, જીવની શીઘ્રગતિ અને શીઘ્રગતિના વિષયને સમજાવ્યો છે. જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જાય છે ત્યારે ગમે તેટલું ક્ષેત્રમંતર હોય તો પણ જેમ કૂદકો મારનાર પુરુષ કૂદકો મારીને સીધો જ ગંતવ્યસ્થાને પહોંચી જાય છે તે જ રીતે જીવ પણ એક, બે કે ત્રણ સમયમાં એક લોકાંતથી બીજા લોકો સુધી પણ પહોંચી જાય છે, વચ્ચે ક્યાંય અટકતો કે રોકાતો નથી. જીવ એક, બે, કે ત્રણ સમયમાં ચૌદ રજજુ પ્રમાણ લોકના એક ચરમાત્તથી બીજા ચરમાન્તમાં પહોંચી જાય છે. જીવની આ શીધ્ર ગતિ છે. જીવ પોતાના આત્મ પરિણામોથી અને યોગની પ્રવૃત્તિથી પરભવનું આયુષ્ય બાંધે છે. જીવનું આ ભવનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે તેની શીઘ્રગતિ થાય અને પરભવમાં ઉત્પન્ન થાય છે. જીવ ગમે ત્યાં ઉત્પન્ન થાય પરંતુ તે સ્વયં પોતાની ઋદ્ધિથી, પોતાના કર્મોથી અને પોતાના જ પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. જીવની ઉત્પત્તિમાં ઈશ્વર પ્રેરણા કે અન્ય કોઈ પણ શક્તિ સહાયક બની શકતી નથી. ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ; ભવી, અભવી, સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ ઉપર પ્રમાણે શીઘ્રગતિથી જાણવી. સૂત્રકારે સમુચ્ચય જીવોનું કથન કરીને, ત્યાર પછી ભવી આદિ ચાર