________________
શ્રી ભગવતી સૂત્ર-૫
રોકાતો કે અટકતો નથી, ચાલીને કે દોડીને જનાર પુરુષથી કૂદકો મારનાર પુરુષની ગતિમાં શીઘ્રતાની અપેક્ષાએ ઘણો તફાવત છે.
ro
જીવ પરભવમાં ગમે તેટલા ક્ષેત્રાંતરે ઉત્પન્ન થાય પરંતુ તે કૂદતા પુરુષની જેમ વચ્ચે કર્યાંય અટકયા કે રોકાયા વિના, અન્ય ક્ષેત્રની સ્પર્શના કર્યા વિના એક, બે કે ત્રણ સમયમાં સીધો ગંતવ્યસ્થાને પહોંચી જાય છે. (૨) શીઘ્રગતિ અને તેનો વિષય– જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે. તે ક્ષેત્ર ૧૪ રજ્જુ પ્રમાણ હોય તો પણ ત્રણ સમયમાં પહોંચી જાય છે. આ જીવની શીઘ્રગતિ અને શીઘ્ર ગતિનો વિષય છે.
(૩) આયુષ્ય બંધનું કારણ– કર્મબંધના કારણ રૂપ અધ્યવસાય અને યોગની પ્રવૃત્તિથી પરભવનું આયુષ્ય બંધાય છે.
(૪) ગતિનું કારણ– જીવના એક ભવના આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી તે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે, ગતિ(ગમન) કરે છે.
જીવની ઉત્પત્તિ આત્મઋદ્ધિથી, આત્મકર્મોથી અને આત્મપ્રયોગથી જ થાય છે, અન્યની ઋદ્ધિ, અન્યના કર્મો કે અન્યના પ્રયોગથી જીવોની ઉત્પત્તિ થતી નથી. જીવો પોતાના આત્મપરિણામોથી અને યોગની પ્રવૃત્તિથી આયુષ્યનો બંધ કરે છે અને પોતાના કર્માનુસાર જ તેની ગતિ અને ઉત્પત્તિ થાય છે. જો અન્યની ઋદ્ધિ, અન્યના કર્મો કે અન્યના વ્યાપારથી જીવોની ઉત્પત્તિ થતી હોય તો આ જગતની વ્યવસ્થિતતા હે નહીં.
Po
|| શતક-ર૫/૮ સંપૂર્ણ ।