________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
[ ૪૩૩ ]
ધ્યાનથી ચલિત થતા નથી. (૨) અસંમોહ– તેને અત્યંત સૂક્ષ્મતમ વિષયોમાં અથવા દેવાદિકૃત માયામાં સંમોહ થતો નથી. (૩) વિવેક- આત્માને દેહથી ભિન્ન અને સર્વ સંયોગોને ભિન્ન સમજે છે. (૪) વ્યસર્ગતે નિસંગપણે દેહ અને ઉપધિનો ત્યાગ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં અવ્યય, અસંમોહ આદિ ચારને શુક્લધ્યાનના લક્ષણ અને ક્ષમા, નિર્લોભતા આદિ ચારને શુક્લધ્યાનના આલંબન કહ્યા છે. શક્તધ્યાનની ચાર અનપેક્ષા :- (૧) અનંતવર્તિતાનુપ્રેક્ષા– અનંત ભવ પરંપરાની વિચારણા કરવી, યથા- આ જીવ અનાદિ કાલથી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેનો પાર પામવો અત્યંત દુષ્કર છે. આ પ્રકારની વિચારણા કરવી તે અનન્તવર્તિતાનુપ્રેક્ષા છે. (૨) વિપરિક્ષામાનપેક્ષા– વસ્તુઓના વિપરિણમનની વિચારણા કરવી. યથા- સર્વ પદાર્થો અશાશ્વત છે. સર્વ પદાર્થોનું, ભૌતિક સુખ કે દુઃખનું વિપરિણમન થયા જ કરે છે; આ પ્રકારની વિચારણા કરવી તે વિપરિણામાનુપ્રેક્ષા છે. (૩) અભાનુપ્રેક્ષા- સંસારના અશુભ સ્વરૂપનો વિચાર કરવો. જેમ કે આ સંસારને ધિક્કાર છે– એક સ્વરૂપવાન મનુષ્ય મરીને પોતાના જ મૃત શરીરમાં કૃમિ રૂપે ઉત્પન્ન થાય છે; આ પ્રકારની વિચારણા કરવી તે અશુભાનુપ્રેક્ષા છે. (૪) અપાયાનુ પ્રેક્ષા- દુઃખના કારણોની વિચારણા કરવી, યથા- ક્રોધ અને માન, વધતી માયા અને લોભ, આ ચારે કષાય સંસારરૂપી મૂળનું સિંચન કરે છે, આ ચારે કષાય જ દુઃખનું કારણ છે; આ રીતે આશ્રવથી થનારા દુઃખનું ચિંતન કરવું, તે અપાયાનુપ્રેક્ષા છે.
આ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. નિર્જરાનું કારણ છે. પ્રશસ્ત ધ્યાનનું સેવન કરવું અને અપ્રશસ્ત ધ્યાનનો ત્યાગ કરવો તે જ આત્યંતર તપ છે. આ દષ્ટિકોણથી તપના પ્રકરણમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના ધ્યાનનું વર્ણન કર્યું છે.
આ રીતે આર્તધ્યાનના આઠ ભેદ, રૌદ્ર ધ્યાનના આઠ ભેદ, ધર્મધ્યાનના સોળ ભેદ અને શુક્લ ધ્યાનના ૧૬ ભેદ છે કુલ મળીને ધ્યાનના ૪૮ ભેદ છે. ધ્યાન :
આર્તધ્યાન(૮) | રૌદ્ર ધ્યાન(૮) | ધર્મધ્યાન(૧) | શુક્લધ્યાન(૧) ચાર પ્રકાર ચાર પ્રકાર ચાર પ્રકાર
ચાર પ્રકાર (૧) ઇષ્ટ વિયોગ | (૧) હિંસાનુબંધી | (૧) આજ્ઞા વિચય | (૧) પૃથકત્વવિતર્ક સવિચાર (૨) અનિષ્ટ સંયોગ (૨) મૃષાનુબંધી (૨) અપાય વિચય (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) રોગ ચિંતા (૩) તેયાનુબંધી (૩) વિપાક વિચય | (૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ (૪) નિદાન (૪) સંરક્ષણાનુબંધી (૪) સંસ્થાન વિચય | (૪) સમુચ્છિત્રક્રિયા અપ્રતિપાતિ ચાર લક્ષણ ચાર લક્ષણ ચાર લક્ષણ
ચાર લક્ષણ (૧) કેન્દ્રનતા (૧) ઓસન્ન દોષ (૧) આજ્ઞારુચિ (૧) ક્ષાન્તિ-ક્ષમા (૨) શોચનતા (૨) બહુલ દોષ | (૨) નિસર્ગ રુચિ (૨) મુક્તિ-નિર્લોભતા (૩) તેપનતા (૩)અજ્ઞાન દોષ (૩) સૂત્ર રુચિ (૩) આર્જવતા (૪) પરિદેવનતા
(૪) આમરણાત્ત દોષ (૪)અવગાઢ રુચિ (૪) માર્દવતા