________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
(૧) પૃથત્વ વિતર્ક સવિચાર :– પૂર્વગત શ્રુતના આધારે એક દ્રવ્યની અનેક પર્યાયોનું પૃથ-પૃથક્ વિસ્તારપૂર્વક ચિંતન કરવું તે પૃથ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાન છે. આ ધ્યાન વિચાર સહિત છે. વિચાર એટલે અર્થ, વ્યંજન—શબ્દ અને યોગોમાં સંક્રમણ. આ ધ્યાનમાં કોઈ પણ વિષયના અર્થથી શબ્દમાં, શબ્દથી અર્થમાં, શબ્દથી શબ્દમાં, અર્થથી અર્થમાં, એક યોગથી અન્ય યોગમાં સંક્રમણ થાય છે.
પર
તેના સ્વામી આઠમાથી બારમા ગુણસ્થાનવર્તી સંયત છે. આ ધ્યાન દ્વારા સાધક ઉપશમ અથવા હાપક શ્રેણી પર આરુઢ થઈ મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરીને અગિયારમા અથવા બારમા ગુણ- સ્થાને જાય છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર :- પૂર્વગત શ્રુતના આધારે કોઈ એક પદાર્થનું અથવા એક પર્યાયનું સ્થિર ચિત્તથી ચિંતન કરવું તે ‘એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન' છે. તેમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થતું નથી. જે રીતે વાયુ રહિત એકાંત સ્થાનમાં રાખેલા દીપકની જ્યોત સ્થિર રહે છે, તે જ રીતે આ ધ્યાનમાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ ન થવાથી ચિત્ત સ્થિર રહે છે.
તેના સ્વામી બારમા ગુણસ્થાનવી ક્ષીણમોહી સાધક છે. તે સાધક શુકલધ્યાનના આ બીજા ભેદ રૂપ પ્રજ્વલિત અગ્નિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની સર્વ પ્રકૃતિઓનો ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શનને પ્રગટ કરી તેરમા ગુણસ્થાને પહોંચી જાય છે.
(૩) સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ – જ્યાં સર્વ સ્થૂલ ક્રિયાઓનો નિરોધ થઈ જાય, સૂક્ષ્મ ક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી અનિવૃત્ત-પાછા ફરવાપણું નથી; તે પ્રકારની આત્મપરિણતિને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન કહે છે. મોક્ષ જતાં પહેલા કેવળી ભગવાન મન અને વચનનો તેમજ સ્થૂલ કાયયોગનો નિરોધ કરે છે. ઉચ્છવાસ આદિ સૂક્ષ્મ ક્રિયા જ શેષ રહે છે. ત્યારે તેના પરિણામોમાં ઉત્તરોત્તર શુદ્વિ હોય છે. કેવળી ભગવાન મોક્ષ ગમન સિવાય ત્યાંથી પાછા ફરતા નથી. તે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન છે.
(૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ ઃ– જ્યાં યોગની સૂક્ષ્મ અને સ્થૂલ સર્વ ક્રિયાઓનો નિરોધ થઈ જાય છે તેવી આત્મપરિણતીને સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુક્લ ધ્યાન કહે છે. રીલેશી અવસ્થાને પ્રાપ્ત કેવળી ભગવાન સર્વ યોગનો નિરોધ કરે છે, યોગ નિરોધથી સર્વ ક્રિયાઓનો નિરોધ થઈ જાય છે. તેથી તેને સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ શુક્લ ધ્યાન કહે છે.
પૃથક્ત્વ વિતર્ક સવિચારી શુક્લ ધ્યાન ત્રણે યોગમાં, એકત્વ વિતર્ક અવિચાર એક જ યોગમાં, સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન સયોગી કેવળી અવસ્થામાં એક કાયયોગમાં અને અંતિમ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ શુક્લધ્યાન અયોગી કેવળી અવસ્થામાં હોય છે. ચાર પ્રકારના શુક્લાનનું સ્વરૂપ સમજતાં સ્પષ્ટ થાય છે કે છદ્મસ્થ અવસ્થામાં મનને સ્થિર કરવું તે ધ્યાન છે અને કેવળી અવસ્થામાં યોગને સ્થિર કરવા અર્થાત્ યોગ નિરોધ કરવો તે ધ્યાન છે.
શુક્લ ધ્યાનના ચાર લક્ષણ ઃ– શુક્લધ્યાનનું પ્રગટીકરણ ચાર પ્રકારે થાય છે– (૧) શાન્તિ— ક્ષમા ક્રોધ ન કરવો, ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવો તે. (ર) મુક્તિ- ઉદયમાં આવેલા લોભને નિષ્ફળ કરવો. લોભનો ત્યાગ તે મુક્તિ અથવા નિર્લોભતા-શૌચ છે. (૩) આર્જવ− માયાને ઉદયમાં ન આવવા દેવી ઉદય પ્રાપ્ત માયાને નિષ્ફળ કરવી તે આર્જવ-સરળતા છે. (૪) માર્દવ– અભિમાન ન કરવું. ઉદય પ્રાપ્ત માનને નિષ્ફળ કરવો તે મદુતા-કોમળતા છે. અન્યત્ર તેનો ક્રમ આ પ્રકારે છે, ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ. શુક્લ ધ્યાનના ચાર અવલંબન :– (૧) અવ્યય– શુક્લધ્યાની પરીષહ-ઉપસર્ગોથી ભયભીત થઈને