________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૩૧
અશરણ અનુપ્રેક્ષા– જન્મ, જરા, મૃત્યુના ભયથી ભયભીત; વ્યાધિ અને વેદનાથી પીડિત આ સંસારમાં કોઈ કોઈને ત્રાણ- શરણરૂપ નથી, કોઈ કોઈને બચાવી શકતું નથી, આ રીતે અસહાયપણાની વિચારણા કરવી તે અશરણ અનુપ્રેક્ષા છે. (૪) સંસારાનુપ્રેક્ષા- સંસારના સંબંધોની વિચિત્રતાની વિચારણા કરવી, મિત્ર મટીને શત્રુ થાય, શત્રુ મટીને મિત્ર થાય, પિતા મરીને પુત્ર થાય, માતા મરીને પુત્રી થાય. ચાર ગતિના પરિભ્રમણમાં આ પ્રકારની વિચિત્રતા ચાલ્યા જ કરે છે, તેની વિચારણા કરવી તે સંસારાનુપ્રેક્ષા છે.
અશરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સંસારના સર્વ સંબંધોનું ભાન કરાવી સ્વાવલંબી બનાવે અને આત્મભાવમાં સ્થિર કરે છે.
ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીના જીવોમાં ધર્મધ્યાન હોય છે. સાધક આર્ત-રૌદ્રધ્યાનથી ઉપરત થઈ, કષાયોની મંદતા પૂર્વક શુભ અધ્યવસાય સાથે પુણ્યના કાર્યો કરે; વ્રત, શીલ, સંયમનું પાલન કરે; તેના માટે ચિંતન કરે, ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાન, પ્રવૃત્તિની અપેક્ષાએ ધર્મધ્યાન છે. તે અનુષ્ઠાનોમાં જેટલો સમય ચિત્ત એકાગ્ર રહે તેટલો સમય ધ્યાન રૂપ થાય છે. શેષ સમય ધર્મધ્યાન માટેની ક્રિયા છે, આલંબન રૂપ છે. શુક્લધ્યાન :१५१ सुक्के झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तंजहा-पुत्तवियक्केसवियारी, एगत्तवियक्के अवियारी,सुहमकिरिए अणियट्टी,समुच्छिण्णकिरिए अप्पडिवायी। सुक्कस णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता,तंजहा-खती, मुत्ती, अज्जवे, मद्दवे । सुक्कस्सं णंझाणस्स चत्तारिआलंबणा पण्णत्ता.तं जहा-अव्वहे. असंमोहे.विवेगे. विउसग्गे। सुक्कस्सणं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तंजहा- अणंतवत्तियाणुप्पेहा, विप्परिणामाणुप्पेहा, असुभाणुप्पेहा, अवायाणुप्पेहा । सेतसुक्कझाणे । सेत झाणे। ભાવાર્થ:- શુક્લધ્યાનના ચાર પ્રકાર અને ચાર-ચાર પ્રતિભેદ છે, યથા પ્રકાર- (૧) પૃથકત્વ વિતર્ક સવિચારી, (૨) એકત્વવિતર્ક અવિચારી, (૩) સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ અને (૪) સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. શુક્લ ધ્યાનના ચાર લક્ષણ છે, યથા– ક્ષમા, (૨) મુક્તિ, (૩) આર્જવ અને (૪) માર્દવ. શુક્લ ધ્યાનના ચાર અવલંબન છે, યથા- (૧) અવ્યથા, (૨) અસંમોહ, (૩) વિવેક અને (૪) વ્યુત્સર્ગ. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, યથા– (૧) અનંતવર્તિતાનુપ્રેક્ષા (૨) વિપરિણામાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. આ રીતે શુક્લધ્યાનનું અને ધ્યાનનું કથન પૂર્ણ થયું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં શુક્લધ્યાનના ભેદ, લક્ષણ, અવલંબન અને અનુપ્રેક્ષાનું નિરૂપણ છે. શુક્લ ધ્યાન :- શુક્લધ્યાનના સ્વરૂપની સ્પષ્ટતા માટે તેની વ્યાખ્યા ભિન્ન ભિન્ન પ્રકારે કરી છે– (૧) જે શોકને નષ્ટ કરે તે શુક્લ ધ્યાન. (૨) પરાવલંબન રહિત શુક્લ અર્થાત્ નિર્મલ આત્મ સ્વરૂપનું તન્મયતાપૂર્વક ચિંતન કરવું તે શુક્લ ધ્યાન, (૩) જે ધ્યાન કર્મમળને દૂર કરીને આત્માને શુક્લ–ઉજ્જવળ બનાવે તે શક્ત ધ્યાન, (૪) જે ધ્યાનમાં વિષયોનો સંબંધ હોવા છતાં પણ, વૈરાગ્ય બળથી ચિત્ત અંતરમુખી બની જાય, શરીરનું છેદન-ભેદન થવા છતાં પણ ચિત્તની સ્થિરતા અખંડ રહે તે શુક્લ ધ્યાન, (૫) પૂર્વગત શ્રુતના આધારે મનની અત્યંત સ્થિરતા અથવા યોગનો નિરોધ તે શુક્લ ધ્યાન. તેના ચાર પ્રકાર છે