________________
| ૪૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આજ્ઞાની આરાધનામાં જ મનને એકાગ્ર કરવું, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાય વિચય :- અપાય-દુઃખ અને તેના કારણની વિચારણા કરવી. રાગ-દ્વેષ, કષાય, મિથ્યાત્વ, અવિરતિ આદિ આશ્રવો અને ક્રિયાઓ દુઃખનું કારણ છે, તેમ જાણીને તેના દુષ્પરિણામોની વિચારણા કરવી તે “અપાય વિચય” ધર્મધ્યાન છે. (૩) વિપાક વિચય :- વિપાક-કર્મફળની વિચારણા કરવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવળ જ્ઞાન-દર્શન અને અનંત સુખસ્વરૂપ છે. તેમ છતાં કર્માધીન બનીને તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જીવ પોતાના કર્માનુસાર સંપત્તિ-વિપત્તિ, સંયોગ-વિયોગ, પાપ-પુણ્યજનિત સુખદુઃખને ભોગવે છે. તે સુખ-દુઃખ પોતાના કરેલા કર્મનું જ પરિણામ છે. અન્ય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સુખ-દુઃખનું મુખ્ય કારણ નથી. આ પ્રકારની વિચાર-ધારામાં મનને તલ્લીન બનાવવું તે વિપાક વિચય ધર્મધ્યાન છે. (૪) સંસ્થાન વિજય :- સંસ્થાન- લોકના આકારની વિચારણા કરવી. જીવના પરિભ્રમણના સ્થાન સ્વરૂપ ચૌદ રાજલોકનો આકાર, પ્રકાર, તેના વિવિધ સ્થાનો- નરક, સ્વર્ગ, દ્વીપ, સમુદ્ર, દેવલોક આદિની વિચારણા, તેમાં જીવની ગતિ-આગતિ, તે તે સ્થાનમાં પરિભ્રમણના કારણભૂત કર્મબંધ, તેના કારણો વગેરેની વિચારણા કરવી છે, તેમજ લોકમાં રહેલા જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યના સ્વરૂપની વિચારણા કરવી તે સર્વ સંસ્થાન વિજય ધર્મધ્યાન છે.
- આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા સાધક પરોક્ષ તત્ત્વોને ઊંડાણથી સમજતાં ક્રમશઃ પ્રત્યક્ષની ભૂમિકામાં પહોંચી જાય છે.
ધર્મધ્યાનના ચાર લક્ષણઃ- ધર્મધ્યાન ચાર લક્ષણ દ્વારા પ્રગટ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) આશા રુચિ– તેને જિનેશ્વરની આજ્ઞા પર શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પાલનની રુચિ હોય. (૨) નિસર્ગ રુચિ- અન્યના ઉપદેશ કે આદેશ વિના, સ્વભાવથી જ જિનકથિત તત્ત્વો પર શ્રદ્ધા હોય. (૩) સુત્ર રુચિ- સૂત્ર અર્થાતુ આગમના અધ્યયન-અધ્યાપનમાં રુચિ હોય. (૪) અવગાઢ રુચિ-ઉપદેશ રુચિઆગમનું વાંચન, ચિંતન, મનન કરવાથી, વિસ્તારપૂર્વક જ્ઞાન કરવાથી જિનકથિત તત્ત્વો પર જે શ્રદ્ધા થાય છે, તે અવગાઢ રુચિ છે અથવા સાધુના ઉપદેશ શ્રવણથી જે શ્રદ્ધા થાય છે તે ઉપદેશ રુચિ છે.
તાત્પર્ય એ છે કે તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યકત્વ જ ધર્મધ્યાનનું મુખ્ય લક્ષણ છે. દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, સ્તુતિ વગેરે કરવા, ગુર્નાદિકનો વિનય કરવો, શ્રુત-ચારિત્રની આરાધના કરવી, વગેરે ધર્મધ્યાનના લક્ષણ છે. તેનાથી ધર્મધ્યાની ઓળખાય છે. ધર્મધ્યાનના ચાર અવલંબન :- વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા. વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાયના આલંબનથી જ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે. ધર્મધ્યાનની ચાર અનપેક્ષા :- ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની નિર્મળતા તેમજ અહંકાર અને મમકારનું વિસર્જન આવશ્યક છે. અનુપ્રેક્ષા તથા પ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે. (૧) એકત્વ અનુપ્રેક્ષા- આ સંસારમાં હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી. આ રીતે આત્માના એકત્વ ભાવની વિચારણા કરવી તે એકત્વ અનુપ્રેક્ષા છે. એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે છે. (૨) અનિત્ય અનુપ્રેક્ષા- આ સંસારના પ્રત્યેક પદાર્થો, પ્રત્યેક સંયોગો, પ્રત્યેક સંબંધો, પ્રત્યેક પરિસ્થિતિ અનિત્ય છે. જેના પર જીવ રાગ-દ્વેષ કરે છે અને જેમાં મૂઢ થાય છે, તે સર્વ નાશવંત છે. આ રીતે અનિત્યપણાની વિચારણા કરવી તે અનિત્ય અનુપ્રેક્ષા છે. આ અનુપ્રેક્ષા મમકારનો નાશ કરે છે. (૩)