________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭
૪૨૯ |
પદાર્થોના સંરક્ષણની વિચારણા કરવી. પોતાની સુરક્ષા માટે “કોણ જાણે કોણ ક્યારે વિશ્વાસઘાત કરશે?” એવી આશંકાથી અન્યનો ઉપઘાત કરવાની કષાયયુક્ત ચિત્તવૃત્તિ રાખવી, તે સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ:- રૌદ્ર ધ્યાન કરનારની દુષ્ટવૃત્તિ ચાર પ્રકારે પ્રગટ થાય છે– (૧) સત્ર દોષ- રૌદ્રધ્યાની હિંસા આદિ પાપસ્થાનમાં જ રત હોય છે, તેથી હંમેશાં હિંસા આદિ કોઈ પણ એક પાપસ્થાનમાં પ્રવૃત્તિ કરે છે. (૨) બહુલ દોષ- તે હિંસાદિ અનેક દોષોમાં પ્રવૃત્તિ કરે છે. (૩) અજ્ઞાન દોષતે અજ્ઞાનથી, કુશાસ્ત્રના સંસ્કારથી, પાપપ્રવૃત્તિમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્ત થાય છે તે અજ્ઞાન દોષ છે. (૪) આમરણાત્ત દોષ– તેને મરણ પર્યત દૂર હિંસાદિ કાર્યોનો પશ્ચાત્તાપ ન થાય અને જીવન પર્યત તેમાં જ પ્રવૃત્ત રહે તે આમરણાત્ત દોષ છે. જેમ કે કાલસૌરિક કસાઈ.
રૌદ્રધ્યાન કરનાર કઠોર અને સંક્લિષ્ટ પરિણામી હોય છે, તે બીજાના દુઃખમાં પ્રસન્ન થાય છે અને તે ઐહિક અને પારલૌકિક ભયથી કે અનુકંપાભાવથી રહિત હોય છે. તે પાપ કરીને પશ્ચાત્તાપ કરવાના બદલે પ્રસન્ન થાય છે. રૌદ્રધ્યાન સંસાર વર્ધક અને નરકગતિનું કારણ છે. ધર્મધ્યાનઃ१५० धम्मे झाणे चउविहे चउप्पडोयारे पण्णत्ते,तंजहा- आणाविजए, अवायविजए विवागविजए,संठाणविजए। धम्मस्सणंझाणस्सचत्तारि लक्खणा पण्णत्ता,तंजहाआणारुई, णिस्सगरुई, सुत्तरुई, ओगाढरुई । धम्मस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता,तंजहा- वायणा,पडिपुच्छणा,परियट्टणा,धम्मकहा। धम्मस्सणंझाणस्सचत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ,तं जहा- एगत्ताणुप्पेहा, अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, संसाराणुप्पेहा। ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર પ્રકાર અને ચાર પ્રતિભેદ કહ્યા છે, યથા- (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય (૪) સંસ્થાનવિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે, યથા– (૧) આજ્ઞારુચિ, (૨) નિસર્ગરુચિ, (૩) સૂત્રરુચિ (૪) અવગાઢ રુચિ. ધર્મધ્યાનના ચાર અવલંબન છે, યથા– (૧) વાચના, (૨) પ્રતિપૃચ્છના, (૩) પરિવર્તના (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, યથા– (૧) એકત્વ અનુપ્રેક્ષા, (૨) અનિત્ય અનુપ્રેક્ષા, (૩) અશરણ અનુપ્રેક્ષા, (૪) સંસાર અનુપ્રેક્ષા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મધ્યાનના ભેદ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાનું નિરૂપણ છે. વરખોયા - ચતુષ્પત્યવતાર, ચાર પ્રકારે ચાર-ચાર ભેદ કરાય છે. અહીં ધર્મ ધ્યાનના ભેદ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા, આ ચારેયના ચાર-ચાર ભેદ કર્યા છે. ધર્મધ્યાન:- (૧) જિનેશ્વર કથિત પદાર્થના સ્વરૂપની વિચારણામાં મનને એકાગ્ર કરવું. (૨) શ્રત અને ચારિત્ર ધર્મની ચિંતવનામાં મનને એકાગ્ર કરવું. (૩) આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિમાં ચિત્તને એકાગ્ર કરવું, તે ધર્મધ્યાન છે. તેના ચાર પ્રકાર છે(૧) આશાવિચય :- જિનાજ્ઞાની વિચારણા કરવી. જિનેશ્વરની આજ્ઞાને સર્વસ્વ માનીને, તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખીને, તેમાં પ્રતિપાદિત તત્ત્વોનું ચિંતન-મનન કરવું. તેમાં કોઈ પ્રકારનો સંદેહ ન કરવો અને