________________
[ ૪૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
સંપત્તિ આદિ સાધન સામગ્રીનો વિયોગ ન થાય તે માટે સતત ચિંતવના કરવી અને ભવિષ્યમાં પણ તેના સંયોગની ઇચ્છા રાખવી તે આર્તધ્યાનનો બીજો ભેદ છે. તેનું કારણ રાગ છે. (૩) રોગ વિયોગ ચિંતા - રોગ આદિ અશાતાના ઉદયમાં વ્યાકુળ થઈને રોગથી છૂટવા માટે સતત ચિંતન કરવું અને ભવિષ્યમાં પણ રોગાદિનો સંયોગ ન થાય તેની ચિંતવના કરવી, તે આર્તધ્યાનનો ત્રીજો ભેદ છે. તેનું કારણ શરીરનો મોહ છે. (૪) નિદાન :- પોતાને પ્રાપ્ત થયેલા ભોગ વિલાસમાં અત્યંત આસક્ત થવું, દેવેન્દ્ર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના રૂ૫ અને ઋદ્ધિ આદિને જોઈને કે સાંભળીને તેમાં આસક્ત થવું અને તપસંયમના ફલસ્વરૂપે તે ઋદ્ધિ પ્રાપ્તિની ઇચ્છા કરવી, તેને નિદાન કહે છે. તેનું કારણ અજ્ઞાન છે. આર્તધ્યાનના ચાર લક્ષણ :- જેનાથી આર્તધ્યાન પ્રગટ થાય તેને આર્તધ્યાનના લક્ષણ કહે છે. તેના ચાર પ્રકાર આ પ્રમાણે છે– (૧) કર્દીનતા- ઊંચા સ્વરથી રુદન કરવું. (૨) શોચનતા- દીનતાના ભાવ સહિત આંખમાં આંસુ ભરાઈ જવા. શોકાતુર બનવું. (૩) તપનતા- ટપ ટપ આંસુ પાડવા અને (૪) પરિદેવનતા- વારંવાર કરુણ ભાષણ કરવું. વિલાપ કરવો.
આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે અને સંસારવર્ધક છે. રૌદ્ર ધ્યાન:१४९ रोद्दे झाणे चउव्विहे पण्णत्ते, तं जहा-हिंसाणुबंधी, मोसाणुबंधी, तेयाणुबंधी, सारक्खणाणु-बंधी । रोदस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहाओस्सण्णदोसे, बहुलदोसे, अण्णाणदोसे, आमरणांतदोसे। ભાવાર્થ :- રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે, યથા–(૧) હિંસાનુબંધી (૨) મૃષાનુબંધી (૩) સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુંબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ છે, યથા– (૧) ઓસન્ન દોષ, (૨) બહુલ દોષ, (૩) અજ્ઞાન દોષ, (૪) આમરણાન્ત દોષ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં રોદ્ર ધ્યાનના ભેદ અને લક્ષણનું નિરૂપણ છે. રૌદ્રધ્યાન – અતિશય રીદ્ર પરિણામ તે રૌદ્રધ્યાન છે, હિંસા, જૂઠ, ચોરી, છેદન, ભેદન, વધ, પ્રહાર આદિ કૂર પ્રવૃત્તિઓમાં લીન રહેવું તે રૌદ્રધ્યાન છે. તેના ચાર પ્રકાર છે– (૧) હિંસાનુબંધી-જૂર, હિંસક પ્રવૃત્તિ કરવી. પ્રાણીઓને ચાબુક આદિથી મારવા, રસ્સી કે જંજીર આદિથી બાંધવા, અગ્નિમાં નાખવા, ડામ દેવા, ઇત્યાદિ પ્રવૃત્તિઓથી પ્રાણીઓને નિર્દયતાથી પીડા પહોંચાડવી અથવા ક્રોધને વશ થઈને નિર્દયતાપૂર્વક હિંસક પ્રવૃત્તિનું ચિંતન કરવું તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી– અસત્ય વિચારણા કરવી. અન્યને ઠગવા માટે માયા કપટ પૂર્વક અસત્ય બોલવું, તે જ રીતે અનિષ્ટ સૂચક વચન, અસભ્ય વચન, અસતુ અર્થનું પ્રકાશન, સતુ અર્થનો અપલાપ, ઉપઘાતકારક વચનો બોલવા અથવા નિરંતર તે પ્રકારનું ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) સ્નેયાનુબંધી-ચૌર્યાનુબંધી-ચોરી સંબંધી વિચારણા કરવી. બીજાના ધન-દોલત આદિ સાધન સામગ્રીની ચોરીની વિચારણા અને તે કાર્યોમાંચિત્તવૃત્તિને તલ્લીન બનાવવી તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૪) સંરક્ષણાનુબંધી- શરીર સંરક્ષણની કે ભોગ-ઉપભોગ યોગ્ય