________________
શતક–૨૫ : ઉદ્દેશક-૭
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ધ્યાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ધ્યાનના ચાર પ્રકાર છે, યથા– આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
વિવેચનઃ
૪૨૭
પ્રસ્તુત સૂત્રમાં ધ્યાનના મુખ્ય ભેદનું કથન છે.
કોઈ પણ એક વિષય પર ચિત્તને એકાગ્ર કરવું તેને ધ્યાન કહે છે. છદ્મસ્થોની વિચાર ધારા અંતર્મુહૂર્ત પર્યંત જ સ્થિર રહે છે. એક વિષયથી બીજા વિષય પર ધ્યાનનું સંક્રમણ થવાથી ધ્યાનનો પ્રવાહ ચિરકાળ સુધી રહી શકે છે. કેવળીને માટે યોગોનો નિરોધ કરવો તે ધ્યાન છે. જેમ કે ઘ્યાન શતકમાં કહ્યું છે– अंतोमुहुत्तमेत्तं, चितवत्थाण एग वत्थुम्मि ।
छउमत्थाणं झाणं, जोग णिरोहो जिणाणं तु ॥ ३ ॥
આર્તધ્યાનઃ
| १४८ अट्टे झाणे चडव्विहे पण्णत्ते, तं जहा- अमणुण्णसंपओगसंपत्ते तस्स विप्पओगसइसमण्णागए यावि भवइ, मणुण्णसंपओगसंपत्ते तस्स अविप्पओगसइसमण्णागए यावि भवइ, आयंकसंपओगसंपत्ते तस्स विप्पओगसइसमण्णागए यावि भवइ, परिजुसियकाम भोगसंपओगसंपत्ते तस्स अविप्पओगसइसमण्णागए यावि भवइ । अट्टस्स य झाणस्स વત્તાર નવલખા પળત્તા, તેં બહા– વલળયા, સોયળયા, તિખળયા, વિળયા II ભાવાર્થ:- આર્તધ્યાનના ચાર પ્રકાર છે, યથા– (૧) અમનોજ્ઞ વિયોગ ચિંતા—અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું. (૨) મનોજ્ઞ અવિયોગ ચિંતા–ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે તેનો સંયોગ સતત રહે, તે માટેનું ચિંતન કરવું. (૩) આતંક–રોગ થાય ત્યારે તે દૂર થવાનું સતત ચિંતન કરવુ. (૪) પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગ આદિની પ્રાપ્તિ થાય ત્યારે તેના સંયોગનું સતત ચિંતન કરવું. આર્તધ્યાનના ચાર લક્ષણ છે, યથા– (૧) ક્રન્દન કરવું (૨) શોક કરવો (૩) આંસુ પાડવા અને (૪) પરિદેવનતા-વિલાપ કરવો, છાતી કે માથું કૂટવું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આર્તધ્યાનના ભેદ અને લક્ષણનું નિરૂપણ છે.
આર્તધ્યાન ઃ– આર્ત અર્થાત્ દુઃખના નિમિત્તે થતું ધ્યાન અથવા દુઃખી પ્રાણીનું ધ્યાન તે આર્તધ્યાન છે, દુઃખના કારણોની અપેક્ષાએ તેના ચાર ભેદ છે.
આર્તધ્યાનના પ્રકાર ઃ
(૧) અમનોજ્ઞ વિયોગ ચિંતા ઃ– અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો, તેના કારણભૂત વસ્તુઓનો, અપ્રીતિકર વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ થાય ત્યારે તેના વિયોગનું સતત ચિંતન કરવું તથા ભવિષ્યમાં પણ તેનો સંયોગ ન થાય, તેવી ઇચ્છા રાખવી, તે આર્તધ્યાનનો પ્રથમ ભેદ છે. તેનું કારણ દ્વેષ છે. (૨) મનોજ્ઞ અવિયોગ ચિંતા :– પાંચ ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયો અને તેના કારણ રૂપ સ્વજન, ધન,