________________
૪૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, थेरवेयावच्चे,तवस्सिवेयावच्चे, गिलाणवेयावच्चे, सेहवेयावच्चे, कुलवेयावच्चे,गणवेयावच्चे, संघवेयावेच्चे, साहम्मियवेयावच्चे । सेतं વેયાખ્યા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈયાવચ્ચનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે ગૌતમ! વૈયાવચ્ચના દશ પ્રકાર છે, યથા-(૧) આચાર્યની વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ, (૩) સ્થવિરની વૈયાવચ્ચ, (૪) તપસ્વીની વૈયાવચ્ચ, (૫) રોગીની વૈયાવચ્ચ, (૬) શૈક્ષ- નવ દીક્ષિતની વૈયાવચ્ચ, (૭) કુલ– એક આચાર્યના શિષ્ય પરિવારની વૈયાવચ્ચ, (૮) ગણ- અનેક આચાર્યોના સમુદાયની વૈયાવચ્ચ, (૯) સંઘની વૈયાવચ્ચ અને (૧૦) સાધર્મિક- સમાન સમાચારીવાળા શ્રમણોની વૈયાવચ્ચ. આ વૈયાવચ્ચ તપનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈયાવૃત્ય તપના ભેદ-પ્રભેદનું કથન છે.
સૂત્રોક્ત દશે પ્રકારના સાધકોને વિધિપૂર્વક આહારાદિ લાવીને આપવા. તેમ જ સાધનાને યોગ્ય બાહ્ય-આત્યંતર સર્વ પ્રકારની અનુકુળતા આપવી, તેમની સેવા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. વૈયાવૃત્યને યોગ્ય વ્યક્તિના ભેદથી તેના દશ પ્રકાર થાય છે; જે ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્વાધ્યાય તપ :१४६ से किंतंभंते !सज्झाए? गोयमा !सज्झाए पंचविहे पण्णत्ते,तंजहा- वायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा, धम्मकहा । सेतं सज्झाए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સ્વાધ્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, યથા– (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તના (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. આ સ્વાધ્યાયનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વાધ્યાયના ભેદનું કથન છે.
આગમ પાઠના અધ્યયન-અધ્યાપનને સ્વાધ્યાય કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે- (૧) વાચનાગુરુ પાસેથી સૂત્રના અર્થ શીખવા, સૂત્ર વાંચન કરવું તે. (૨) પૃચ્છના વાચના દરમ્યાન કોઈ સંદેહ થાય અથવા પહેલા શીખેલા સૂત્રાદિના જ્ઞાનમાં શંકા થાય તો તવિષયક પૂછવું તે. (૩) પરિવર્તના- શીખેલા જ્ઞાનની વિસ્મૃતિ ન થઈ જાય, તેના માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું તે. (૪) અનુપ્રેક્ષા- શીખેલા જ્ઞાન પર વિશેષ પ્રકારે ચિંતન મનન કરવું. (૫) ધર્મકથા- ઉપરોક્ત ચારે પ્રકારે શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી શ્રોતાઓને ધર્મોપદેશ આપવો તે ધર્મકથા છે. ધ્યાન તપ:१४७ से किंतं भंते ! झाणे ? गोयमा ! झाणे चउविहे पण्णत्ते,तं जहा- अट्टे झाणे, रोद्दे झाणे, धम्मे झाणे, सुक्के झाणे ।