________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૨૫ |
(૨) અનાશાતના વિનય :- દર્શન અને દર્શનવાનની અશાતના ન કરવી, તેના ૪૫ ભેદ છે. (૧) અરિહંત, (૨) અરિહંત પ્રરૂપિત ધર્મ (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંઘ, (૯) ક્રિયાવાન, (૧૦) સાધર્મિક અને (૧૧ થી ૧૫) પાંચ જ્ઞાન તે પંદરની અશાતના ન કરવી. (૧૬ થી ૩૦) તે પંદરના ભક્તિ, બહુમાન કરવા અને (૩૧ થી ૪૫) તેમના ગુણગ્રામ કરવા. ભક્તિ, બહમાન, ગણગ્રામ :- હાથ જોડવા આદિ બાહ્ય આચારોને ભક્તિ કહે છે. હદયમાં શ્રદ્ધા અને પ્રીતિ રાખવી તે બહુમાન છે. ગુણકીર્તન કરવા તથા ગુણોને ગ્રહણ કરવા તે ગુણગ્રામ-વર્ણવાદ છે. (૩) ચારિત્ર વિનય - ચારિત્ર અને ચારિત્રવાનનો વિનય કરવો તે ચારિત્ર વિનય છે. તેના સામાયિક ચારિત્ર આદિ પાંચ ભેદ મૂળ પાઠમાં સ્પષ્ટ છે. (૪) મન-વિનય - આચાર્યાદિનો મનથી વિનય કરવો, મનની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં મનને પ્રવૃત્ત કરવું તે મન વિનય છે. તેના બે ભેદ છે. પ્રશસ્ત વિનય અને અપ્રશસ્ત વિનય. પ્રશસ્ત વિનયમનમાં પ્રશસ્ત ભાવો લાવવા તે પ્રશસ્ત મન વિનય છે. પ્રશસ્ત ભાવો દ્વારા આત્મા મોક્ષની સન્મુખ થાય છે તેથી પ્રશસ્ત વિચારણાને પ્રશસ્ત મન વિનય કહે છે. અપ્રશસ્ત મન વિનય અપ્રશસ્ત ભાવોને મનમાં ન લાવવા તે અપ્રશસ્ત મન વિનય છે. અપ્રશસ્ત વિચારણાના ત્યાગથી આત્મા મોક્ષની સન્મુખ થાય છે. તેથી અપ્રશસ્ત વિચારણાના ત્યાગને અપ્રશસ્ત મન વિનય કહે છે. બંનેના ભેદ-પ્રભેદ મૂળ પાઠથી સ્પષ્ટ છે. આ રીતે પ્રશસ્ત-અપ્રશસ્ત વિનયમાં સૂત્રકારે વિધિ અને નિષેધ બંને દૃષ્ટિકોણથી કથન કર્યું છે.
ઔપપાતિક સૂત્રમાં તેનું વિસ્તૃત વિવેચન છે. પ્રસ્તુત શતકમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત વિનયના સાત-સાત ભેદ કર્યા છે. જ્યારે ઔપપાતિક સૂત્રમાં તેના બાર-બાર ભેદ કર્યા છે. યથા અપ્રશસ્તના બાર ભેદ– (૧) સાવધકારી, (૨) સક્રિય, (૩) કર્કશ, (૪) કટુ, (૫) નિષ્ફર, (૬) પરુષ-સ્નેહ રહિત, (૭) આશ્રવકારી, (૮) છેદકારી, (૯) ભેદકારી, (૧૦) પરિતાપકારી, (૧૧) ઉપદ્રવકારી, (૧૨) ભૂતોપઘાતક. આ જ રીતે પ્રશસ્ત મન વિનયના પણ બાર ભેદ કર્યા છે. (પ) વચન વિનય - આચાર્યાદિનો વચનથી વિનય કરવો, વચનની અશુભ પ્રવૃત્તિને રોકવી તથા શુભ પ્રવૃત્તિમાં વચનને પ્રવૃત્ત કરવા તે વચન વિનય છે. મન વિનયની સમાન તેના સાત ભેદ છે. () કાય વિનય :- કાયાથી આચાર્યાદિનો વિનય કરવો, કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી અને શુભ પ્રવૃત્તિ કરવી, તે કાયવિનય છે. તેના ચૌદ ભેદનું કથન મૂળપાઠથી સ્પષ્ટ છે. (૭) લોકોપચાર વિનયઃ- (૧) અન્યને સુખ પહોંચે તે રીતે બાહ્ય ક્રિયાઓ કરવી તે લોકોપચાર વિનય છે. (૨) અન્ય લોકોને જેની પ્રતીતિ થાય તે પ્રકારના વ્યવહારને લોકોપચાર વિનય કહે છે. જેના ભેદ મૂળ પાઠમાં સ્પષ્ટ છે.
અન્યત્ર વિનયના બાવન ભેદ પણ કહ્યા છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણિ. આ તેરની (૧) અશાતના ન કરવી, (૨) ભક્તિ કરવી, (૩) બહુમાન કરવું, (૪) તેમના ગુણોની પ્રશંસા કરવી, આ ચારે પ્રકારે ઉપરોક્ત તેરનો વિનય થાય છે. તેથી ૧૩૪૪ = બાવન ભેદ થાય છે. વૈયાવચ્ચ તપ:१४५ से किं तं भंते ! वेयावच्चे? गोयमा ! वेयावच्चे दसविहे पण्णत्ते, तं जहा