________________
| ૪૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
तंजहा- अब्भासवत्तियं, परच्छंदाणुवत्तियं, कज्जहेडं, कयपडिकइया, अत्तगवेसणया, देसकालण्णया, सव्वत्थेसुअप्पडिलोमया । सेतं लोगोवयारविणए । सेतं विणए। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! લોકોપચાર વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! લોકોપચાર વિનયના સાત પ્રકાર છે, યથા– (૧) અભ્યાસવૃત્તિતા– ગુરુ આદિની સમીપે રહેવું અને અભ્યાસમાં રુચિ રાખવી. (૨) પરશૃંદાનવર્તિતા– ગુરુ આદિ રત્નાધિકોની ઇચ્છાનુસાર કાર્ય કરવું (૩) કાર્ય હેતુ- ગુર્નાદિક દ્વારા કરાયેલા જ્ઞાનપ્રદાન આદિ કાર્યને માટે તેમને વિશેષ બહુમાન આપવું, તેમને આહારાદિ લાવીને આપવા. (૪) કૃતિપ્રતિક્રિયા પોતાના પર કરેલા ઉપકારથી ઋણ મુક્ત થવા માટે તેમની વિનય ભક્તિ કરવી. આહારાદિથી ગુર્નાદિકની શુશ્રુષા કરવી. (૫) આર્તગવેષણતા- રોગી સાધુઓની સાર-સંભાળ લેવી, (૬) દેશ-કાલાનુજ્ઞતા- સમયાનુસાર કાર્ય કરવું. સર્વાર્થ અપ્રતિલોમતા- સર્વ કાર્યમાં ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ કરવી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વિનયનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. વિનયન સ્વરૂપઃ- (૧) વિરોષ નીયમોનુણ આત્મ દિયતે ચેન સવિનયઃ જે ક્રિયાથી આત્મા વિશેષપણે મોક્ષની નજીક જાય છે, તે વિનય કહેવાય છે. (૨) જેના દ્વારા સંપૂર્ણ દુઃખોના કારણભૂત આઠ કર્મોનું વિનયન એટલે વિનાશ થાય છે, તેને વિનય કહે છે (૩) ગુરુજનોની કે રત્નાધિકોની દેશકાલ અનુસાર સેવા-ભક્તિ, સત્કાર-સન્માન કરવા, તેને વિનય કહે છે. મારૂ નિષઓ મૂત્ત = ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. ધર્મનો મૂળ-મૌલિક ગુણ વિનય છે, પરનો રે મોહક વિનયનું અંતિ ફળ સર્વ કર્મ ક્ષય રૂપ મુક્તિ છે.
વિનયના મૂલ સાત ભેદ છે અને ૧૧૪ ઉત્તર ભેદ છે– (૧) જ્ઞાનવિનયના-૫, (૨) દર્શન વિનયનાપપ, (૩) ચારિત્ર વિનયના-૫, (૪) મન વિનયના–૧૪, (૫) વચન વિનયના-૧૪, (૬) કાય વિનયના૧૪, (૭) લોકોપચાર વિનયના-૭ ભેદ, આ કુલ ૧૧૪ ભેદ થાય છે. (૧) જ્ઞાન વિનય :- જ્ઞાન અને જ્ઞાની તથા જ્ઞાનના સાધનો પર શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ રાખવો, તેના દ્વારા પ્રતિપાદિત તત્ત્વોનું સમ્યક પ્રકારે ચિંતન, મનન કરવું, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તે જ્ઞાન વિનય છે, જ્ઞાનના પાંચ ભેદ અનુસાર જ્ઞાન વિનયના પાંચ ભેદ છે. (૨) દર્શન વિનય :- દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા રાખવી તે દર્શન-સમ્યક્ત્વ છે. દર્શનની-સમ્યગુદષ્ટિ જીવોની વિનય-ભક્તિ કરવી તે દર્શન વિનય છે. તેના બે ભેદ છે, યથા- શુશ્રુષા વિનય અને અનાશાતના વિનય. - શઋષા વિનયના દશ પ્રકાર છે– (૧) અભ્યત્થાન- ગુર્નાદિક પધારે ત્યારે તેમને જોઈને ઊભા થવું. (૨) આસનાભિગ્રહ- ગુર્નાદિકને આસનનું આમંત્રણ કરવું. “પધારો આસન સ્વીકારો” આ પ્રમાણે કહેવું. (૩) આસન પ્રદાન- ગુર્નાદિકને આસન આપવું. (૪) સત્કાર– તેમનો સત્કાર કરવો. (૫) સન્માન- તેમનું સન્માન કરવું. (૬) કુતિકર્મ- તેમના ગુણગ્રામ સ્તુતિ કરવી, (૭) અંજલિ પ્રગ્રહહાથ જોડીને પ્રણામ કરવા. (૮) અનુગમનતા– ગુર્નાદિક પાછા ફરે ત્યારે થોડે દૂર તેમની સાથે જવું. (૯) પર્યાપાસના- બેઠા હોય ત્યારે તેમની પપાસના- સેવા કરવી. (૧૦) પ્રતિસંસાધના– તેમના વચનનો સ્વીકાર કરવો.