________________
O
તે રીતે ઉચિત નિર્ણય લઈએ છીએ.
શ્રી ભગવતી સૂત્રનું સંપાદન કાર્ય પૂર્ણ થતાં, આજે પંચમ ભાગના પ્રકાશનની પાવન પળે અંતર આનંદ અનુભવે છે.
આ સંપાદન કાર્યના અમે નિમિત્ત માત્ર છીએ. પ્રાતઃસ્મરણીય પૂ. પ્રાણગુર્દેવના નામને અમર બનાવવા અંતરિક્ષમાં બિરાજમાન તપોધની ગુરુદેવ પૂ. રતિલાલજી મ.સા.ના કૃપાશીષે અમારા માધ્યમથી આ મહત્તમ પુણ્યકાર્ય થઈ રહ્યું છે.
ગુણી મૈયા પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ. લીલમબાઈ મ.ની કૃપાપૂર્ણ દષ્ટિ અમોને કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે.
આગમ સંપાદન કાર્ય કોઈ બુદ્ધિ વિલાસ નથી, પરંતુ મહાન સ્વાધ્યાય રૂપ આત્યંતર તપ છે. તે તપ કોઈ પણ પ્રકારે તાપ ન બની જાય તે માટે હંમેશા અમોને સાવધાન કરનાર ગુણી મૈયા પૂ. વીરમતિબાઈ મ. અમોને ભાવવિશુદ્ધિની પ્રેરણા આપી આ મહાન તપની અનુમોદના કરી રહ્યા છે
ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો તેમજ સહવર્તી ગુરુ ભગિનીઓનો સહયોગ તથા સદ્ભાવના અમારું પાથેય છે. અંતે માત-તાત તરફથી પ્રાપ્ત થયેલા જન્મજાત સંસ્કારો આજે અંકુરિત થઈ રહ્યા છે. સર્વ ઉપકારીઓના ઋણનો અમે સ્વીકાર કરીએ છીએ.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.