________________
થાય તે પ્રમાણે અર્થ કર્યો છે પરંતુ પૂર્વસૂત્રના સંદર્ભોને જોતાં સ્પષ્ટ થાય છે કે કોઈ પણ નિગ્રંથો ભવનપતિ, વ્યંતર કે જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થતાં નથી. તે વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. આરાધનાની અપેક્ષાએ તે વૈમાનિક જાતિમાં પદવીધારી દેવ થાય અને વિરાધનાની અપેક્ષાએ કોઈ પદવી પ્રાપ્ત કરતા નથી પરંતુ અત્યારે સુ વૈમાનિક જાતિમાં જ પદવીધારી સિવાયના સામાન્ય દેવ થાય છે.
શતક-૩૪માં ઉત્પત્તિ અને કર્મબંધની વિભિન્નતાઓના આધારે એકેન્દ્રિયોની ચૌભંગીનું નિરૂપણ છે. તેમાં એક સાથે ઉત્પન્ન થયેલા બે જીવોને ‘તુલ્ય વિશેષાધિક’ કર્મ બંધના ધારક કહ્યા છે. બે જીવોના કર્મબંધમાં એક સાથે સમાનતા અને વિભિન્નતા કઈ રીતે થાય? આ પ્રશ્નના સમાધાન માટે કર્મગ્રંથના આધારે વિચારણા છે. કર્મગ્રંથમાં કર્મબંધના ચાર પ્રકાર કહ્યા છે. તેમાંથી પ્રકૃત્તિ બંધ અને પ્રદેશબંધ યોગના આધારે થાય છે, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ કષાયના આધારે નિશ્ચિત થાય છે. એક સાથે ઉત્પન્ન થયેલા બે જીવોની યોગશક્તિમાં સમાનતા હોવાથી તેનો પ્રદેશબંધ સમાન થાય પરંતુ તે બે જીવોના આત્મ પરિણામોમાં, રાગ-દ્વેષ આદિ કાષાયિક ભાવોમાં તરતમતા હોવાથી તેમાં સ્થિતિ અને અનુભાગ બંધમાં વિશેષાધિકતા થાય છે. આ રીતે સાથે ઉત્પન્ન થયેલા બે જીવો તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરી શકે છે.
શતક–૨૫ ઉદ્દેશક-૩માં અજીવ સંસ્થાનોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં 'નવમ’ સંસ્થાનનું કથન છે. સંસ્થાનોના પ્રકારમાં જવમધ્ય નામનું કોઈ સંસ્થાન નથી. આગમ પાઠ કે વૃત્તિના આધારે તેનો અર્થ સ્પષ્ટ થતો નથી. ચિંતન કરી તેના અર્થનો નિર્ણય કર્યો કે અહીં જવમધ્યનો પ્રાસંગિક અર્થ લોક થાય છે. જવના બે ભાગ કરીએ તેને જવમધ્ય કહેવાય. અધોલોકનો આકાર જવમધ્યની જેમ ઉપર સાંકડો અને નીચેથી પહોળો છે. સંપૂર્ણ લોકનો આકાર પણ સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારની જેમ સુપ્રતિષ્ઠિત ત્રણ જવમધ્ય જેવો કહી શકાય છે. પછીના સૂત્રોના સંદર્ભમાં ‘જવમધ્યનો ‘લોક” અર્થ યથોચિત જણાય છે.
શતક–૩૫થી ૪૦ મહાયુગ્મ શતકોના ૧૧-૧૧ ઉદ્દેશકોના ઉપસંહારાત્મક પાઠમાં લિપિદોષ આદિથી કંઈક અશુદ્ધિ જણાય છે. ટીકાકારોએ તેના સ્પષ્ટીકરણ માટે પ્રયત્ન કર્યો છે પરંતુ તે બુદ્ધિગમ્ય થતો નથી. વાચકોની સ્પષ્ટતા માટે અમે તે પાઠને કસમાં મૂકીને વિવેચનમાં તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
આ રીતે આગમનો કોઈ પણ વિષય વિચારણીય બની જાય ત્યારે અન્ય આગમ પાઠોના સંદર્ભો, સંસ્કૃત ટીકા અને અન્યગ્રંથોના ભાવોને નજર સમક્ષ રાખીને આગમ મનીષી પૂ.તિલોકમુનિ મ.સા. તથા પ્રધાન સંપાદિકા ગુણી મૈયા પૂ. લીલમબાઈમ. તથા અમે બંને(સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા) સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારણા કરીને આગમ પાઠનું પુષ્ટિકરણ થાય