________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. સત્કાર્યનો પ્રારંભ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. કાર્યના પ્રારંભ પછી તેને પૂર્ણ કરવાની અદમ્ય લગન, તેના માટેનો સતત પુરુષાર્થ, આત્મવિશ્વાસ અને ગુરુકૃપા વગેરે પરિબળો તેનાથી પણ વિશેષ મહત્ત્વના છે. કારણ કે તેનાથી જ કાર્ય પૂર્ણતા તરફ ગતિ કરે છે. અંતે સર્વ કારણોના સુયોગે કાર્યની પૂર્ણતા થાય ત્યારનો આનંદ અનોખો જ હોય
ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ. એ શ્રી ભગવતીસૂત્રનું લેખન કાર્ય મને સોંપ્યું. પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં જેની વાંચણી થઈ છે તે જ આગમ લેખન કરવાનું હોવાથી હું ભાવવિભોર બની ગઈ. ભગતીસૂત્રના ભાવો ગંભીર અને રહસ્યપૂર્ણ છે. વિષય વિશાળ અને વિવિધતાપૂર્ણ છે, સમગ્ર જૈનતત્ત્વજ્ઞાનને આવરી લે છે. તેવા મહાન સૂત્રલેખન કરવા માટે મારી પાસે ગુરુકૃપાની શ્રદ્ધાનું એક જ સમર્થ સાધન હતું.
આજથી પાંચ વર્ષ પૂર્વે વેરાવળની પાવન ભૂમિ પર શુભમુહૂર્તે જિનવાણીની અખૂટ શ્રદ્ધા, બહુમાન અને પૂ. ગુરુદેવના સ્મરણ સાથે સાથે લેખન કાર્યનો પ્રારંભ કર્યો. ગુરુકૃપાબળે મારા ક્ષયોપશમ અનુસાર તે ગંભીરભાવોને સમજવાનો પ્રયત્ન કર્યો. સતત પુરુષાર્થથી કાર્યક્રમશઃ આગળ વધ્યું. સહુના સહિયારા પ્રયત્ન આજે સૂત્રાધિરાજ શ્રી ભગવતીસૂત્રનું કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે.
શ્રી ભગવતીસૂત્રના પાંચમા–અંતિમ ભાગના પ્રકાશનની પાવન પળે મારું અંતર ગુરુકૃપાના માહાભ્યને અનુભવતા પરમ પ્રસન્નતા સહ પૂ. ગુરુદેવના ચરણોમાં ઝૂકી જાય છે અને ધન્યતા અનુભવે છે.
આ ભાગમાં શતક ૨૪ થી ૪૧ નો સમાવેશ થાય છે. તેમાં દ્રવ્યાનુયોગનું જ પ્રાધાન્ય છે.
શતક-૨૪મા ગમ્મા અધિકાર, જીવોના અનંત જન્મ મરણને અને સંસારના સ્વરૂપને સાંગોપાંગ રીતે સમજાવે છે. શતક-૨૫માં યોગની સમ-વિષમતા, તેનું
44