________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪૧૭
પરિત્યાગ કહે છે. તેના પણ વિગય ત્યાગ, આયંબિલ, ગરિષ્ઠ ભોજનનો ત્યાગ, અન્નાહાર, પ્રાન્તાહાર, અરસાહાર, વિરસાહાર, રૂક્ષાહાર આદિ અનેક ભેદ છે. તેનું વિસ્તૃત વર્ણન ઔપપાતિક સૂત્રમાં છે. કાયક્લેશ તપઃ११८ से किं तं भंते ! कायकिलेसे? गोयमा ! कायकिलेसे अणेगविहे पण्णत्ते,तं जहा- ठाणाईए, उक्कु डुयासणिए, एवं जहा उववाइए जाव सव्वगायपरिकम्मविभूसविप्पमुक्के। सेतं कायकिलेसे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયક્લેશ તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! કાયક્લેશ તપના અનેક પ્રકાર છે, યથા- સ્થાનાયતિગ(ઊભા રહેવું), ઉત્કટુકાસનિક(ઉકડુ આસન) આદિ ઔપપાતિક સૂત્રાનુસાર જાણવા યાવત્ શરીરના સર્વ પ્રકારના સંસ્કાર અને શોભાનો ત્યાગ કરવો. આ કાયક્લેશ તપનું કથન થયું. વિવેચન :
દેહના મમત્વને છોડવા માટે શરીરને વિવિધ પ્રકારે કષ્ટ આપવા, તેને કાયક્લેશ તપ કહે છે. તેના અનેક પ્રકાર છે. વિવિધ પ્રકારના આસને સ્થિત થઈને ધ્યાન સાધનામાં એકાગ્ર થવું. શરીરની શોભા સંસ્કારનો ત્યાગ કરવો, શીત કે ઉષ્ણ આતાપના લેવી, લોચ કરવો વગેરે. પ્રતિસલીનતા તપઃ११९ सेकिंतंभते !पडिसलीणया?गोयमा !पडिसलीणया चउव्विहा पण्णत्ता,तंजहाइदिय पडिसलीणया,कसायपडिसलीणया,जोगपडिसलीणया,विवित्तसयणासणसेवणया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! પ્રતિસલીનતાના ચાર પ્રકાર છે, યથા–ઇન્દ્રિય પ્રતિસલીનતા, કષાય પ્રતિસલીનતા, યોગપ્રતિસલીનતા અને વિવિક્ત શયનાસનસેવનતા. १२० सेकिंतंभंते! ईदयपडिसलीणया? गोयमा! दयपडिसलीणया पंचविहा पण्णत्ता,तं जहा-सोइदियविसयप्पयारणिरोहोवा,सोइदियविसयप्पत्तेसुवा अत्थेसुरागदोस विणिग्गहो, चक्खिदियविसयप्पयारणिरोहोएवंजावफासिदियविसयप्पयारणिरोहोवाफार्सिदिय विसयपत्तेसु वा अत्थेसुरागदोसविणिग्गहो। सेतंइदियपडिसलीणया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિય પ્રતિસલીનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિય પ્રતિસલીનતાના પાંચ પ્રકાર છે, યથા– શ્રોતેન્દ્રિય વિષય-પ્રચારનિરોધ અથવા શ્રોતેન્દ્રિયના પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો. આ રીતે ચરિદ્રિય વિષય-પ્રચાર નિરોધ અથવા ચક્ષુરિન્દ્રિયના પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો. આ રીતે યાવતુ સ્પર્શનેન્દ્રિયવિષય-પ્રચાર નિરોધ અથવા સ્પર્શેન્દ્રિયના પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો. આ ઇન્દ્રિય પ્રતિસલીનતા તપનું કથન થયું. १२१ सेकिंतंभंते ! कसायपडिसलीणया? गोयमा !कसायपडिसंलीणया चउव्विहा