________________
| ૪૧૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
પોતાની ઉપધિનો પૂર્ણ રીતે ઉપયોગ કરે છે. તેથી સાધુ દ્વારા વ્યક્ત ઉપકરણ તો પરઠવાને યોગ્ય હોય છે, અન્યથા તે વ્યક્ત થતું નથી. ભક્તપાન દ્રવ્ય ઊનોદરી - ૩ર કવલ પ્રમાણ આહારને પ્રમાણોપેત ભોજન કહે છે. તેમાંથી એક કવલ પણ ઓછો લેવો તેને ઊનોદરી કહે છે. તેનાં પાંચ ભેદ છે– (૧) અલ્પાહાર- આઠ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) અવઢ-અપાઈ ઊનોદરી- બાર કવલ પ્રમાણ આહાર લેવો. (૩) અર્વ ઊનોદરી- સોળ કવલ પ્રમાણ આહાર લેવો (૪) ચતુથાશ ઊનોદરી- ચોવીસ કવલ પ્રમાણ આહાર લેવો અર્થાત્ ત્રણ ભાગ આહાર લેવો અને એક ભાગનો ત્યાગ કરવો. (૫) કિંચિત્ ઊનોદરી- ૩૧ કવલ પ્રમાણ આહાર લેવો. (૨) ભાવ ઊનોદરી :- કષાયોની માત્રાને અલ્પ કરવી તે ભાવ ઊનોદરી છે. તેના અનેક ભેદ છે– ક્રોધ, માન, માયા, લોભને અલ્પ કરવા, કષાયાદિના આવેશોને ઘટાડવા, અલ્પ શબ્દો બોલવા, કષાયને વશ થઈને ન બોલવું, કષાયને ઉપશાંત કરવા, તે ભાવ ઊનોદરી છે. ભિક્ષાચરી તપઃ११६ से किंतंभंते! भिक्खायरिया? गोयमा ! भिक्खायरिया अणेगविहा पण्णत्ता,तं जहा-दव्वाभिग्गहचरए,एवंजहाउववाइए जावसुद्धेसणिए,संखादत्तिए। सेतंभिक्खायरिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભિક્ષાચર્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ભિક્ષાના અનેક પ્રકાર છે, યથા- દ્રવ્યાભિગ્રહચરક ભિક્ષાચર્યા, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર જાણવા યાવત્ શુદ્ધષણિક, સંખ્યાદત્તિક, આ ભિક્ષાચર્યા છે. વિવેચનઃ
વિવિધ પ્રકારના અભિગ્રહપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરવી તે ભિક્ષાચર્યા” તપ કહેવાય છે. અભિગ્રહ પૂર્વક ભિક્ષા કરવાથી વૃત્તિ સંક્ષેપ થાય છે. તેથી તેને વૃત્તિસંક્ષેપ તપ પણ કહે છે. ઔપપાતિક સુત્રમાં તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, દ્વેષણિક, સંખ્યાત્તિક આદિ અનેક ભેદ-પ્રભેદનો ઉલ્લેખ છે. રસ પરિત્યાગ તપ:
११७ से किंतंभंते! रसपरिच्चाए? गोयमा ! रसपरिच्चाए अणेगविहे पण्णत्ते,तंजहाणिविगिइए, पणीयरसविवज्जए, एवं जहा उववाइए जावलूहाहारे। सेतरसपरिच्चाए। શબ્દાર્થ - વ્વિરૂપ-નિર્વિકૃતિક, વિગયરહિત. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રસ પરિત્યાગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! રસ પરિત્યાગના અનેક ભેદ છે, યથા– વિગય રહિત આહાર લેવો, પ્રણીતરસનો અર્થાતુ ગરિષ્ઠ પદાર્થોનો ત્યાગ કરવો, ઇત્યાદિ કથન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું યાવતુ લુખો-સૂકો આહાર કરવો, આ રસપરિત્યાગ છે. વિવેચનઃ
રસવંતા આહારના ત્યાગને રસ પરિત્યાગ કહે છે. દૂધ, દહીં, ઘી, તેલ અને મિષ્ટાન્ન, આ પાંચ વિગય છે. આ વિકારજનક વિગયોનો તથા પ્રણીત-
સ્નિગ્ધ અને ગરિષ્ઠ આહારનો ત્યાગ કરવો તેને રસ