________________
[ ૪૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
અટ્ટમ અને પારણામાં આયંબિલ કરવાની હોય છે. અન્ય અનેક નિયમો જિનકલ્પીની સમાન છે.
પ્રાયશ્ચિત્તનો ઉદ્દેશ્ય પાપવિશુદ્ધિનો છે. તેથી દોષનો પ્રકાર, દોષની તીવ્રતા-મંદતા, તેમજ પ્રાયશ્ચિત્ત વહન કરનારની યોગ્યતાના આધારે પ્રાયશ્ચિત્ત અપાય છે; તેથી જ આચાર્યને કે આચાર્ય તુલ્ય પૂર્વધર સ્થવિર આદિને દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત અને સામાન્ય સાધુને આઠ પ્રકારના પ્રાયશ્ચિત્ત અપાય છે. તપના ભેદ-પ્રભેદ - १०४ दुविहे तवे पण्णत्ते, तंजहा- बाहिरए य अभितरए य । ભાવાર્થ:- તપના બે પ્રકાર છે, યથા–બાહ્ય અને આત્યંતર. १०५ से किंतंभंते ! बाहिरए तवे ? गोयमा ! बाहिरए तवे छविहे पण्णत्ते, तंजहाअणसण, ओमोयरिया, भिक्खायरिया,रसपरिच्चाओ,कायकिलेसो, पडिसलीणया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાહ્ય તપના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બાહ્ય તપના છ પ્રકાર છે, યથા-અનશન, અવમોદરિકા(ઊનોદરી), ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયાકલેશ અને પ્રતિસંસીનતા. १०६ से किंतं भंते ! अणसणे? गोयमा ! अणसणे दुविहे पण्णत्ते,तं जहा- इत्तरिए य आवकहिए य। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનશનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અનશનના બે પ્રકાર છે, યથા– ઈત્વરિક અને યાવત્કથિત. વિવેચન : -
છનિરોથd: I ઇચ્છાનો નિરોધ કરવો તે તપ છે. જેના દ્વારા કર્મોનો નાશ થાય અને આત્મા ઉજ્જવળ થાય તે અનુષ્ઠાનોને તપ કહે છે. તેના બે ભેદ છે– બાહ્યતા અને આત્યંતર તપ. બાહ્યતપ:- જેનો સંબંધ પ્રાયઃ શારીરિક પ્રવૃત્તિ સાથે હોય તથા જેના આચરણની અન્યને પ્રતીતિ થાય તેને બાહ્યતપ કહે છે. જેમ કે કર્મનિર્જરાના લક્ષે આહારનો ત્યાગ કરવો, અલ્પ આહાર કરવો. દ્રવ્યોની મર્યાદા કરવી વગેરે અનુષ્ઠાનો બાહ્યતા છે. આભ્યતર તપ - જેનો સંબંધ આત્મ પરિણામો સાથે હોય તથા જેના આચરણની અન્યને પ્રતીતિ થાય કે ન પણ થાય તેને આત્યંતર તપ કહે છે. જેમ કે– વિનય, વૈયાવચ્ચ(ગુરુ આદિની સેવા), સ્વાધ્યાય વગેરે. ગુરુ આદિ સાથેનો નમ્ર વ્યવહાર કે સાનુકૂળ વ્યવહાર તે વિનય તપ છે અને ગુરુ આદિની સેવા કરવી તે વૈયાવચ્ચ તપ છે. આત્યંતર તપમાં શારીરિક પ્રવૃત્તિ હોવા છતાં પ્રધાનતા આત્મભાવોની કે અહંકારના નાશ આદિની હોય છે.
સંક્ષેપમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના તપમાં કર્મનિર્જરાનું લક્ષ હોવા છતાં બાહ્યતામાં પ્રવૃત્તિની અને આત્યંતર તપમાં આત્મપરિણતિની પ્રધાનતા અપેક્ષિત હોય છે. અનશન - १०७ से किं तं भंते ! इत्तरिए ? गोयमा ! इत्तरिए अणेगविहे पण्णत्ते,तं जहा- चउत्थे