________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪૧૧
વિવેચનઃપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ - અતિચારોની શુદ્ધિને માટે ગુરુ સમક્ષ પાપને પ્રગટ કરી, તેનો પશ્ચાત્તાપ કરવો અને ગુરુના આદેશ અનુસાર તેના દંડ રૂપ તપનો સ્વીકાર કરવો તેને પ્રાયશ્ચિત્ત કહે છે.
(૧) આલોચનાઈ– ગુરુ સમક્ષ સરળ અને નિર્દોષ ભાવે, સ્પષ્ટ રૂપે પાપને પ્રગટ કરવા તે આલોચના છે. જે દોષની શુદ્ધિ આલોચના માત્રથી થઈ જાય, તેને “આલોચનાઈ પ્રાયશ્ચિત કહે છે. (૨) પ્રતિક્રમણાઈ પાપથી પાછા ફરવા માટે “
મિચ્છામિ દુક્કડમ્' કહેવું અને ભવિષ્યમાં તે પાપનું પુનરાવર્તન ન થાય તેનો સંકલ્પ કરવો, તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. જે દોષની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય તેને પ્રતિક્રમણાઈ કહે છે. (૩) તદુભયાઈ- જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બંને કરવાથી થાય તે તદુભાઈ પ્રાયશ્ચિત્ત છે. (૪) વિવેકાઈ– અશુદ્ધ આહાર-પાણી આદિનો ત્યાગ કરવો. જે દોષની શુદ્ધિ આધાકર્માદિ આહારનો વિવેક અર્થાતુ ત્યાગ કરવાથી થઈ જાય, તેને વિવેકાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૫) વ્યુત્સર્ગોહકાયોત્સર્ગને યોગ્ય. જે દોષની શુદ્ધિ શરીરની ચેષ્ટાને રોકીને ધ્યેયમાં ઉપયોગને સ્થિર કરવા રૂપ કાયોત્સર્ગથી થાય છે, તેને વ્યુત્સગાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૬) તપાઉં-જે દોષની શુદ્ધિ તપથી થાય તેને તપાઉં પ્રાયશ્ચિત્ત કહે છે. (૭) છેદાઈ–દીક્ષા-પર્યાયના છેદને યોગ્ય, જે દોષની શુદ્ધિ દીક્ષા પર્યાયનો છેદ કરવાથી થાય, તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૮) મૂલાઈ- મૂલ અર્થાત્ પુનઃ દીક્ષા લેવાથી જે દોષ શુદ્ધ થાય તે, અર્થાત્ જે દોષની શુદ્ધિ, એક વાર સ્વીકૃત સંયમનો પૂર્ણતયા છેદ કરીને પુનઃ સંયમ સ્વીકારવાથી થાય તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. છેદ પ્રાયશ્ચિત્તમાં ચાર-છ મહિના કે અમુક દિવસની દીક્ષાપર્યાયનો છેદ કરાય છે. જેટલા દિવસની દીક્ષા પર્યાયનો છેદ થયો હોય તેને ન્યૂન કરીને જ તેની દીક્ષાપર્યાયની ગણના થાય છે. રત્નાધિકોને વંદન વ્યવહાર આદિ તે જ પ્રમાણે થાય છે. પરંતુ મૂલાઈ પ્રાયશ્ચિતમાં તેની પૂર્વ સંયમ પર્યાયનો સર્વથા છેદ કરીને પુનઃદીક્ષા ગ્રહણ કરાય છે. ત્યારથી પૂર્વ દીક્ષિત સર્વ સાધુઓને વંદન વ્યવહાર કરવો પડે છે. (૯) અનવસ્થાપ્યાઉં- જે દોષની શુદ્ધિ માટે વિશિષ્ટ તપાચરણ કરાવ્યા પછી એક વાર ગૃહસ્થનો વેશ પરિધાન કરાવીને ફરી વાર દીક્ષા આપવામાં આવે, તે અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત છે. આ નવમા પ્રાયિશ્ચિત્તવાળાને જઘન્ય છ મહિના, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ સુધી સંઘથી અલગ રાખવામાં આવે, અર્થાત્ સાથે રહેવા છતાં તેની સાથે આહાર, વંદન આદિ વ્યવહાર ન હોય.(બીમાર થાય તો બીજા સાધુ સેવા અવશ્ય કરે.) પ્રાયશ્ચિત્તકાળ પૂર્ણ થયા પછી ઉપસ્થાપના સમયે સંઘ સામે ગૃહસ્થ વેશ પરિધાન કરાવે. ત્યાર પછી તે પુનઃ શ્રમણ વેશ ધારણ કરે અને ત્યારે તેને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રદાન કરવામાં આવે, તેની સંપૂર્ણ દીક્ષાનો છેદ કરી નવી દીક્ષા દેવામાં આવે છે. (૧) પારાચિતાર્ય- દસ પ્રાયશ્ચિત્તમાં આ અંતિમ ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. આ પ્રાયશ્ચિત્તની વિધિ અને તેનો તપસમય નવમા પ્રાયશ્ચિત્તની સમાન છે. પરંતુ આ દસમા પ્રાયશ્ચિત્તમાં દોષ સેવન કરનાર સાધુ સાથે શય્યા(એક સ્થાન)નો વ્યવહાર પણ રહેતો નથી. તે સાધુને બીજા ગામમાં કે બીજા મકાનમાં રહેવાનું હોય છે. તે સાધુને પોતાના સંઘાડાના સાધુઓથી ઉત્કૃષ્ટ અઢી ગાઉ દૂર રાખે છે. અંતિમ બંને પ્રાયશ્ચિત્તનું વહન કરનાર સાધુ આચાર્યની સાથે યોગ્ય વિનય વ્યવહાર કરે છે. આચાર્ય પણ યોગ્ય રીતે તેનું ધ્યાન રાખે છે. પ્રાયશ્ચિત્ત વહનકાળમાં કોઈ બીમારી આદિ આવે તો આચાર્ય તેની સેવા માટે શ્રમણની વ્યવસ્થા કરે છે.
આ બંને પ્રાયશ્ચિત્તનું કારણ જો ગુરુની અશાતના હોય તો તેને જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ એક વર્ષની તપસ્યા અને અન્ય મૂળગુણની વિરાધના આદિ દોષસેવન કર્યું હોય તો જઘન્ય એક વર્ષ, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની તપસ્યા કરવાની હોય છે. તેમની તપસ્યામાં ઊનાળામાં એક ઉપવાસ, શિયાળામાં છઠ્ઠ, ચોમાસામાં