________________
| ૪૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિવેચન :સમાચારીનું સ્વરૂપ :- સાધુના વિધિપૂર્વકના સમ્યક આચરણને સમાચારી કહે છે. તેના દશ ભેદ છે, યથા– (૧) ઇચ્છાકાર- આપણા કાર્યમાં ગુરુની ઇચ્છાને જાણવી તે ઇચ્છાકાર છે. જેમ કે “જો આપની ઇચ્છા હોય તો હું અમુક કાર્ય કરું અથવા આપનું અમુક કાર્ય કર્યું. આ રીતે પૂછવું તે ઇચ્છાકાર છે. તેમજ અન્યનું કાર્ય કરવામાં પણ ગુરુની ઇચ્છા જાણવી. (૨) મિથ્યાકાર- સંયમ પાલન કરતા કોઈ વિપરીત આચરણ થઈ ગયું હોય, તો તે પાપનો પશ્ચાત્તાપ કરતા સાધુ સ્વયં “
મિચ્છામિ દુક્કડમ્'–“મારું પાપ નિષ્ફળ થાઓ’ આ પ્રમાણે શબ્દોચ્ચારણ કરે, તે મિથ્યાકાર સમાચારી છે. (૩) તથાકાર- સૂત્રાદિ આગમની વાચનામાં કે પ્રશ્નોત્તરમાં ગુરુદેવ ઉત્તર આપે તથા વ્યાખ્યાન આપે ત્યારે તેમના વચનન “તહત્તિ'– આપ કહો છો તેમજ છે' તેમ કહીને બહુમાનપૂર્વક સ્વીકારવું, તે તથાકાર સમાચારી છે. (૪) આવશ્યકીઆવશ્યક કાર્ય માટે ઉપાશ્રયમાંથી બહાર જતાં ‘આવો આવસહી' આવશ્યક કાર્ય માટે બહાર જાઉં છું. તે પ્રમાણે કહેવું તે આવશ્યકી સમાચારી છે. (૫) ઔષધિકી–બહારથી પાછા ફરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરતા “
નિદિ નિત્સહિ' ઉચ્ચારણ કરવું. જે કાર્ય માટે બહાર ગયો હતો, તે કાર્યથી નિવૃત્ત થઈને આવ્યો છે. ગત કાર્યનો નિષેધ કરવો “નૈષેધિકી સમાચારી' છે. () આપૃચ્છના- કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુને પૂછવું કે હે ગુરુદેવ! હું અમુક કાર્ય કરું? આ રીતે પૂછવું તે “આપૃચ્છના સમાચારી છે. (૭) પ્રતિકૃચ્છના- પહેલા જે કાર્યનો નિષેધ કર્યો હોય, તે કાર્ય કરવાની આવશ્યકતા હોય તો ગુરુદેવને પુનઃ પૂછવું કે આપે અમુક કાર્યનો નિષેધ કર્યો હતો પરંતુ તે કાર્ય કરવું આવશ્યક છે. તો આપ તેની આજ્ઞા આપો, તો હું કરું, આ રીતે પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છના સમાચારી છે અથવા અન્ય સાધુનું કાર્ય કરવા માટેની ગુરુની આજ્ઞા હોય પરંતુ જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છના સમાચારી છે. (૮) છંદના- પ્રાપ્ત થયેલા આહારનું અન્ય સાધુને આમંત્રણ આપવું, યથા–જો આપને ઉપયોગી હોય, તો આ આહારનો સ્વીકાર કરો, તે “છંદના સમાચારી છે. (૯) નિમંત્રણા- ગૌચરી સમયે અન્ય સાધુઓને આમંત્રણ આપવું કે “શું આપને માટે આહાર લઈ આવુ?” તે નિમંત્રણા સમાચારી છે. (૧૦) ઉપસંપદાજ્ઞાનાદિ પ્રાપ્ત કરવા માટે ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય જ્ઞાની ગુરુની સમીપે રહેવું તે ઉપસંપદા સમાચારી છે.
આ રીતે દશ સમાચારી ગુરુકુળવાસી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને અને તેમના ઉજજવળ વ્યવહારને સૂચિત કરે છે.
પ્રત્યેક સમાચારીમાં શિષ્યનો ગુર્નાદિકો અને રત્નાધિકો પ્રતિ શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનનો ભાવ પ્રદર્શિત થાય છે. સમર્પણભાવપૂર્વક સમાચારીનું સમ્યક્ પાલન કરનાર શિષ્યના સ્વચ્છંદનો, અહંકારનો નાશ થાય છે. નમ્રતા આદિ અનેક આત્મગુણોનો વિકાસ થાય છે. દશ સમાચારીના પાલનથી જ શિષ્યનો સર્વાગી વિકાસ થઈ શકે છે. પ્રાયશ્ચિત્તના ભેદ -
१०३ दसविहे पायच्छित्तेपण्णत्ते,तंजहा- आलोयणारिहे, पडिक्कमणारिहे,तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे,तवारिहे,छेदारिहे,मूलारिहे, अणवट्ठप्पारिहे, पारंचियारिहे। ભાવાર્થ - પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે, યથા– (૧) આલોચનાઈ, (ર) પ્રતિક્રમણાઈ, (૩) તદુભાઈ, (૪) વિવેકાઈ, (૫) વ્યુત્સર્સાઈ, (૬) તપાઉં, (૭) છેદાઈ, (૮) મૂલાઈ, (૯) અનવસ્થાપ્યાહ અને પારાંચિતાઈ.