________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૪૦૯
આલોચના કર્યા પછી તેનો પશ્ચાત્તાપ નહીં કરનાર વ્યક્તિ આલોચના કરી શકે છે. આ દશ ગુણ સંપન્ન વ્યક્તિ આલોચના કરીને દોષ મુક્ત બની શકે છે. આલોચના સાંભળનાર ગુરુની યોગ્યતા :१०१ अट्ठहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ आलोयणंपडिच्छित्तए,तंजहा-आयारवं, आहारव, ववहारव,उव्वीलए, पकुव्वए, अपरिस्सावी,णिज्जाज्जावए, अवायदसी। ભાવાર્થ:- આઠ ગુણોથી યુક્ત સાધુ આલોચના સાંભળવા યોગ્ય હોય છે, યથા– (૧) આચારવાન, (૨) આધારવાન, (૩) વ્યવહારવાન, (૪) અપવ્રીડક, (૫) પ્રકુર્વક, (૬) અપરિસાવી, (૭) નિર્યાપક અને (૮) અપાયદર્શી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આલોચના સાંભળનાર ગુરુની યોગ્યતા પ્રગટ કરી છે. આલોચના વિધિ શિષ્યની આધ્યાત્મિક ચિકિત્સા છે. તે ચિકિત્સા કરનાર ગુરુ, શિષ્યના દોષો અને તેના યથાર્થ ઉપચારના જ્ઞાતા હોવા જરૂરી છે. આઠ ગુણોથી યુક્ત સાધુ આલોચના સાંભળવા યોગ્ય હોય છે, યથા
(૧) આચારવાન– જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાન. સ્વયં પંચાચારના જ્ઞાતા હોય અને તેના પાલક હોય. (૨) આધારવાન- પ્રગટ કરેલા અતિચારોને મનમાં ધારણ કરનાર હોય, (૩) વ્યવહારવાન-આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર આદિ પાંચ પ્રકારના વ્યવહારના જ્ઞાતા.(૪) અપીડકપ્રેમપૂર્વકના વર્તનથી અને સમજાવીને લજ્જાથી પોતાના દોષોને છુપાવનાર શિષ્યની લજ્જાને દૂર કરી શકે તે પ્રકારે આલોચના કરાવનાર. (૫) પ્રકુર્વક– આલોચિત દોષોનું પ્રાયશ્ચિત્ત આપી, અતિચારોની શુદ્ધિ કરાવવામાં સમર્થ. (૬) અપરિસાવી- આલોચના કરનારના દોષોને અન્ય સમક્ષ પ્રગટ નહીં કરનાર. (૭) નિર્યાપક– અશક્તિ અથવા અન્ય કોઈ પણ કારણે એક સાથે પૂર્ણ પ્રાયશ્ચિત્ત લેવામાં અસમર્થ સાધુને થોડું-થોડું પ્રાયશ્ચિત્ત આપીને પ્રાયશ્ચિત્ત પૂરું કરાવનાર (૮) અપાયદર્શી આલોચના ન કરવામાં પરલોકનો ભય તથા અન્ય દોષ બતાવીને સમ્યક્ પ્રકારે આલોચના કરાવનાર. આ અષ્ટ ગુણ સંપન્ન વ્યક્તિ અન્યને આલોચના કરાવવામાં સમર્થ હોય છે અને તેમાં સફળ થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં તેના દશ ગુણ કહ્યા છે, જેમાં પ્રિયધર્મી અને દઢધર્મી બે ગુણ વધુ કહ્યા છે. દશ પ્રકારની સમાચારી:१०२ दसविहा समायारी पण्णत्ता,तंजहा
इच्छा मिच्छा तहक्कारो, आवस्सिया य णिसीहिया । आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमंतणा।
उवसंपया य काले, समायारी भवे दसहा ॥ ભાવાર્થ :- સમાચારીના દશ પ્રકાર છે, યથા– (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યકી, (૫) નૈધિકી, (૬) આપૃચ્છના, (૭) પ્રતિપુચ્છના, (૮) છંદના, (૯) નિમંત્રણા અને (૧૦) ઉપસંપદા.