________________
૪૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
તેવા(અદષ્ટ) દોષોની આલોચના ન કરે. (૪) વાવ– કેવળ મોટા-મોટા અપરાધોની આલોચના કરે. નાના અપરાધોની ઉપેક્ષા કરીને તેની આલોચના ન કરે. (૫) – સૂક્ષ્મ દોષોની આલોચના કરે. જે પોતાના સૂક્ષ્મ દોષોની આલોચના કરે છે તે સ્થૂલ દોષોને તો અવશ્ય કહેશે જ. એ પ્રકારનો વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેવળ સૂક્ષ્મ દોષોની આલોચના કરે. (૬) છત્રા-પ્રછા- લજ્જા આદિથી અત્યંત અવ્યક્ત શબ્દોથી આલોચના કરે કે જેથી જેની સમક્ષ આલોચના કરાય છે તે સાંભળી કે સમજી ન શકે. (૭) સાડન- અન્ય અગીતાર્થોને સંભળાવવા માટે ઊંચા સ્વરથી બોલીને આલોચના કરે. (૮) વહુનએક જ દોષની અનેક સાધુઓની સમીપે આલોચના કરે. (૯) અધ્વર- જે સાધુને, કયા અતિચારનું કયું પ્રાયશ્ચિત્ત અપાય તેનું યથાર્થ જ્ઞાન ન હોય, તેવા અગીતાર્થ સાધુની સમક્ષ આલોચના કરે.(૧૦) તહેવીજે દોષની આલોચના કરવી હોય, તે દોષ સેવન કરનાર સાધુ પાસે જ તેની આલોચના કરે..
આ દોષોને જોતાં સ્પષ્ટ થાય છે કે સાધકે પોતાના દોષોની આલોચના, આલોચના વિધિના યથાર્થ જ્ઞાતા, પૂર્ણ યોગ્યતા સંપન્ન આચાર્ય આદિની સમક્ષ ઉપરોક્ત દશ દોષોનો ત્યાગ કરીને આત્મ શુદ્ધિના લક્ષે શુદ્ધ ચિત્તથી, સરળ ભાવે કરવી જોઈએ. આલોચના કરનારની યોગ્યતા :१०० दसहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ अत्तदोसंआलोइत्तए,तंजहा- जाइसंपण्णे, कुलसंपण्णे, विणयसंपण्णे,णाणसंपण्णे, दसणसंपण्णे चरित्तसंपण्णे, खते, दंते, अमायी, अपच्छाणुतावी। ભાવાર્થ:- દશ ગુણોથી સંપન્ન અણગાર આલોચનાને યોગ્ય હોય છે, યથા– (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાન, (૮) દમિતેન્દ્રિય (૯) અમાયી અને (૧૦) અપશ્ચાત્તાપી. વિવેચન :
આલોચના તે સાધક જીવનની એક વિશિષ્ટ ક્રિયા છે. તેથી દશ વિશિષ્ટ ગુણોથી સંપન્ન સાધક જ આલોચનાને યોગ્ય છે.
(૧) જતિ સંપન્ન- માતૃપક્ષને જાતિ કહે છે. ઉત્તમ જાતિવાન અધમ કૃત્ય કરતા નથી, ક્યારેક દોષ સેવન થઈ જાય તો તે શુદ્ધ હૃદયથી આલોચના કરી લે છે. (૨) કુલ સંપન્ન- પિતૃવંશને કુલ કહે છે. ઉત્તમ કુલમાં જન્મેલી વ્યક્તિ દોષનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત વહન કરે છે. (૩) વિનય સંપન્નવિનયવાન વ્યક્તિ, ગુર્નાદિકની આજ્ઞાનો સ્વીકાર કરીને શુદ્ધ હૃદયથી આલોચના કરે છે. (૪) જ્ઞાન સંપન્ન– જ્ઞાનવાન વ્યક્તિ મોક્ષ માર્ગની આરાધના માટે આલોચનાની મહત્તા સમજીને સમ્યક પ્રકારે આલોચના કરે છે. (૫) દર્શન સંપન્ન- શ્રદ્ધાવાન વ્યક્તિ શાસ્ત્ર કથિત પ્રાયશ્ચિત્તથી થતી શુદ્ધિને જાણીને આલોચના કરે છે. (૬) ચારિત્ર સંપન્ન- ઉત્તમ ચારિત્રવાન વ્યક્તિ પોતાના ચારિત્રને શુદ્ધ રાખવા માટે દોષોની આલોચના કરે છે. (૭) સાન્ત- ક્ષમાવાન હોય તે જ સાધુ દોષ સેવન નિમિત્તે ગુરુ ઉપાલંભ આપે છતાં ક્રોધ ન કરે અને પોતાના દોષનો સ્વીકાર કરીને આલોચના કરે છે. (૮) દાજા- દમેન્દ્રિય, ઇન્દ્રિયોના વિષયમાં અનાસક્ત વ્યક્તિ કઠોરતમ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે, તે પાપની આલોચના શુદ્ધ હૃદયથી કરે છે. (૯) અમાયી-કપટ રહિત સરલ વ્યક્તિ જ શુદ્ધ હૃદયથી આલોચના કરે છે. (૧) અપશ્ચાત્તાપી