________________
[ ૩૯s |
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩૧) સમુઠ્ઠાત દ્વાર :८८ सामाइयसंजयस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता ? गोयमा ! छ समुग्घाया पण्णत्ता-जहा कसायकुसीलस्स । एवंछेओवट्ठावणियस्स वि । परिहारविसुद्धियस्सजहा पुलागस्स । सुहमसंपरायस्स जहा णियठस्स । अहक्खायस्स जहा सिणायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સામાયિક સંયતને કેટલા સમુદ્યાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! કષાયકુશીલની સમાન છ સમુદ્રઘાત હોય છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયતને પણ છ સમુઘાત હોય છે. પરિહાર વિશુદ્ધ સંતને પુલાકની સમાન ત્રણ સમુદ્યાત હોય છે. સૂક્ષ્મ સંપરાયને નિગ્રંથ નિયંઠાની સમાન એકે ય સમુઘાત નથી અને યથાખ્યાત સંયતને સ્નાતકની સમાન એક કેવળી સમુદ્યાત છે. વિવેચન :
પરિહાર વિશુદ્ધ સંતોની એક વિશિષ્ટ પ્રકારની સાધના હોય છે. તે વૈક્રિયાદિ લબ્ધિનો પ્રયોગ કરતા નથી. તેથી તેને ત્રણ સમુદ્યાત હોય છે. સમ સપરાય સંયતોને સમુદ્યાત નથી, કારણ કે આઠમાથી બારમા ગુણસ્થાન સુધી ઉપશમ કે ક્ષપક શ્રેણીની અવસ્થામાં સાધક અપ્રમત્ત હોય છે અને અપ્રમત્ત સાધક (કેવળી સમુદ્યાત સિવાય) કોઈ સમુઘાત કરતા નથી. સંયતોમાં સમુઘાત :સયત
સમુદ્દઘાત સામાયિક અને છેદોપસ્થાપનીય
૬- કેવળી સમુઘાત વર્જીને પરિહાર વિશુદ્ધ
૩- વેદનીય, કષાય, મારણાંતિક સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત
૧- કેવળી સમુદ્યાત (૩ર) ક્ષેત્રાવગાહના દ્વાર :८९ सामाइयसंजए णं भंते! लोगस्स किं संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, पुच्छा? गोयमा! णो संखेज्जइ भागे होज्जा, एवं जहा पुलाए । एवं जाव सुहुमसंपराए । अहक्खायसंजए जहा सिणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, લોકના સંખ્યામા ભાગમાં હોય છે કે અસંખ્યાતમાં ભાગમાં હોય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! લોકના સંખ્યામાં ભાગમાં હોતા નથી, ઇત્યાદિ પુલાકની સમાન છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું યથાખ્યાત સંયતનું કથન સ્નાતકની સમાન છે. વિવેચન :
સામાયિકાદિ ચાર સયતો દારિકાદિ શરીરની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે અને યથાખ્યાત સંયત કેવળી સમુદ્યાતની અપેક્ષાએ સ્નાતકની સમાન લોકના અસંખ્યાતમા ભાગમાં, અસંખ્યાત ભાગોમાં અથવા સંપૂર્ણ લોકમાં હોય છે.