________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૯૫ |
છે, યથા- ચોવીસમાં તીર્થકરના શાસનમાં પાંચમા આરાના અંત સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. ત્યાર પછી ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાલના ૨૧-૨૧ હજાર વર્ષ પ્રમાણ પ્રથમ બે આરામાં છેદોપસ્થાપનીય ચારિત્રનો અભાવ હોય છે. ત્યાર પછી ઉત્સર્પિણીકાલના ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યારે છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. તેથી જઘન્ય અંતર ૩,000 વર્ષનું થાય છે. ઉત્કૃષ્ટ અંતર આ પ્રમાણે છે, યથા– ઉત્સર્પિણી કાલના ૨૪મા તીર્થંકરના શાસન સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે ત્યાર પછી બે ક્રોડાકોડી પ્રમાણ ચોથા આરામાં, ત્રણ ક્રોડાકોડી પ્રમાણ પાંચમા આરામાં અને ૪ ક્રોડાક્રોડી પ્રમાણ છઠ્ઠા આરામાં તથા આ જ રીતે અવસર્પિણી કાલના ચાર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ પ્રથમ આરામાં, ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ બીજા આરામાં અને બે ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ ત્રીજા આરામાં છેદોપસ્થાપનીય ચારિત્ર નથી. અવસર્પિણી કાલના ત્રીજા આરાના પાછલા ભાગમાં પ્રથમ તીર્થંકરના શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. આ રીતે છેદોપસ્થાપનીય સંયતોનું ઉત્કૃષ્ટ અંતર ૨+૩+૪+૪+૩+૨ = ૧૮ ક્રોડાકોડી સાગરોપમનું હોય છે, અહીં જઘન્ય અંતરમાં કિંઈક અધિક કાલ થાય છે અને ઉત્કૃષ્ટ અંતરમાં કંઇક ન્યૂન કાલ થાય છે. પરંતુ તે અલ્પ હોવાના કારણે તેને ગૌણ કરી સૂત્રમાં તેનું કથન કર્યું નથી.
પરિહાર વિશ૯ ચારિત્રનું અનેક જીવોની અપેક્ષાએ અંતર જઘન્ય ૮૪,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૮ ક્રોડાકોડી સાગરોપમનું આ પ્રમાણે થાય છે, યથા– અવસર્પિણી કાલના ૨૧-૨૧ હજાર વર્ષ પ્રમાણ પાંચમા અને છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાલના પણ ૨૧-૨૧ હજાર વર્ષના પહેલા અને બીજા આરામાં આ રીતે કુલ ૨૧૦૦૦*૪ = ૮૪000 વર્ષ પર્યત પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોતું નથી. કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર નવ પૂર્વધરને હોય છે. પૂર્વનું જ્ઞાન પૂર્વોક્ત કાલમાં નથી. તેથી પરિવાર વિશુદ્ધ ચારિત્ર પણ નથી. પરંતુ ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકે છે. તેથી પાંચમા આરાના પ્રારંભમાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોય છે અને ઉત્સર્પિણી કાલના ત્રીજા આરામાં ત્રણ વર્ષ સાડા આઠ મહિને પ્રથમ તીર્થકર તીર્થની સ્થાપના કરે ત્યાર પછી પરિહાર વિશુદ્ધ સંયત થાય છે.
આ રીતે ૮૪,000 વર્ષના અંતરમાંથી પાંચમા આરાનો કાલ ઘટાડતાં અને ઉત્સર્પિણીના ત્રીજા આરાનો કાલ વધારતાં કંઈક ન્યૂન ૮૪,000 વર્ષનું જઘન્ય અંતર થાય છે. તે બંને કાલ અલ્પ હોવાથી સૂત્રમાં તેને ગૌણ કરી તેનું કથન કર્યું નથી.
સૂથમ સંપરાય ચારિત્રનું અનેક જીવોની અપેક્ષાએ અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે માસનું છે. કારણ કે છ મહિના પછી અવશ્ય કોઈ જીવ શ્રેણી પર આરુઢ થાય છે. યથાખ્યાત ચારિત્રનું અનેક જીવોની અપેક્ષાએ અંતર નથી, કારણ કે કેવળીની અપેક્ષાએ તે શાશ્વત છે. સંયતોનું અંતર :સંયત એક જીવની અપેક્ષાએ
અનેક જીવોની અપેક્ષાએ
જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક, યથાખ્યાત
અંતર નથી. | શાશ્વત_ છંદોપસ્થાપનીય] જ. અંતર્મુહૂર્ત, ઉ. અનંતકાલ અર્થાત્ ૩૦૦૦ વર્ષT દેશોન ૧૮ ક્રોડાકોડી સાગરોપમ પરિહાર વિશુદ્ધ | અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ ૮૪000 વર્ષ | દેશોન ૧૮ ક્રોડાકોડી સાગરોપમ સૂક્ષ્મ સંપાય
૧ સમય | ૬ માસ