________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૯૩ |
કરે તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂન પૂર્વકોટિ વર્ષની થાય છે. જઘન્ય એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ અથવા પરિણામોત્તરને પ્રાપ્ત થવાની અપેક્ષાએ ઘટિત થાય છે. શરીર સાપેક્ષ કિયામાં ઓછામાં ઓછા અસંખ્ય સમય થાય છે પરત આત્માના પરિણામોની સ્થિતિ સંયમ ભાવમાં એક સમય, સાત સમય આદિ થઈ શકે છે અને મૃત્યુ પામતા કોઈપણ ભાવની સ્થિતિ એક સમયની થાય છે.
પરિહાર વિશુદ્ધ ચારિત્રની જઘન્ય એક સમયની સ્થિતિ મરણની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ દેશોન (૨૯ વર્ષ ન્યૂન) પૂર્વકોટિ વર્ષ પ્રમાણ છે. જો કોઈ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય નવ વર્ષે દીક્ષા ગ્રહણ કરે અને વીસ વર્ષની દીક્ષા પર્યાય પછી તે પરિહાર વિશુદ્ધ ચારિત્રનો સ્વીકાર કરે તો દેશોન(૨૯ વર્ષ જૂન) પૂર્વકોટિ વર્ષની સ્થિતિ થાય છે. જો કે પરિવાર વિશુદ્ધ ચારિત્રનો કલ્પ ૧૮ માસનો છે, તેમ છતાં કોઈ સાધક અવિચ્છિન્ન પરિણામોથી તેનું જીવન પર્યત પાલન કરી શકે છે.
સમ સંપરાય ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમય મૃત્યુની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. તે દશમાં ગુણસ્થાનની સ્થિતિ પ્રમાણે છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિ :- સામાયિક અને યથાખ્યાત સંયતની સ્થિતિ સર્વકાલ હોય છે. કારણ કે તે બંને સંયત શાશ્વત છે.
- છેદોષસ્થાપનીય ચારિત્રની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ જઘન્ય ૨૫૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૫૦ લાખ ક્રોડ સાગરની છે, યથા– ઉત્સર્પિણી કાલના પ્રથમ તીર્થંકરના શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે અને તે શાસન ૨૫૦ વર્ષ સુધી ચાલે છે, તેથી જઘન્ય સ્થિતિ ર૫૦ વર્ષની છે અને અવસર્પિણી કાલના પ્રથમ તીર્થકરના શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે અને તેમનું શાસન ૫૦ લાખ ક્રોડ સાગરોપમ સુધી ચાલે છે, તે અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે.
પરિહાર વિશુદ્ધ ચારિત્રની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ જઘન્ય દેશોન(૫૮ વર્ષ જૂન) બસો વર્ષની(= ૧૪૨ વર્ષની) છે, યથા– ઉત્સર્પિણી કાલમાં પ્રથમ તીર્થકરની સમીપે સો વર્ષના આયુષ્યવાળા કોઈ મુનિ ર૯ વર્ષે પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે અને તેના જીવનના અંતે તેની પાસે સો વર્ષના આયુષ્યવાળા અન્ય કોઈ મુનિ ર૯ વર્ષે પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે, તેની પાસે ત્રીજા કોઈ પણ મુનિ પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. કારણ કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર તીર્થકરની બે પાટ સુધી જ હોય છે. તેથી ૫૮ વર્ષ ન્યૂન બસો વર્ષની સ્થિતિ થાય છે. અર્થાત્ જઘન્ય સ્થિતિ ૧૪ર વર્ષની થાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પૂર્વકોટિ વર્ષની હોય છે, યથા- અવસર્પિણી કાલના પ્રથમ તીર્થકરની સમીપે પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા કોઈ મુનિ પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે અને તેના જીવનના અંતે તેની પાસે તેટલા જ આયુષ્યવાળા અન્ય મુનિ આ ચારિત્ર અંગીકાર કરે, આ રીતે બે પૂર્વકોટિ વર્ષ થાય છે. તેમાં તે બંને મુનિઓનું ર૯-૨૯ વર્ષનું આયુષ્ય ધૂન કરવાથી દેશોન(૫૮ વર્ષ ન્યૂન) બે પૂર્વકોટિ વર્ષ થાય છે.
સૂકમ સપરાય ચારિત્રની સ્થિતિ અનેક જીવોની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, યથા- એક જીવને સૂક્ષ્મ સંપરાય ચારિત્રનો અંતિમ સમય હોય, ત્યારે જ અન્ય એક જીવ સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પામે તો અનેક જીવોની અપેક્ષાએ એક સમયની સ્થિતિ થાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એક જીવની અંતર્મુહૂર્તની સ્થિતિથી અનેક જીવોની અપેક્ષાનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. કારણ કે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદ છે.