________________
૩૯૨ ]
શ્રી ભગવતી સત્ર-૫
ઉત્કૃષ્ટ દેશોન(રાજસ્થાપનીય સંયત
તેની સ્થિતિ, નિર્ગથી
મુહૂર્તની છે. યથાપ્યા
(૨૯) સ્થિતિ દ્વાર:
७९ सामाइयसंजए णं भंते !कालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं देसूणएहिं णवहिं वासेहिं ऊणिया पुव्वकोडी । एवं छेओवट्ठावणिए वि । परिहारविसुद्धिए जहण्णेणं एक्कंसमय, उक्कोसेणंदेसूणएहिं एगुणतीसाए वासेहिंऊणिया पुव्वकोडी। सुहमसंपराए जहाणियंठे। अहक्खाए जहासामाइयसंजए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન(નવ વર્ષ જૂન) પૂર્વકોટિ વર્ષની છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. પરિહાર વિશુદ્ધ સંયત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન(૨૯ વર્ષ ન્યૂન) પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. સૂક્ષ્મ સંપરાય સંયતની સ્થિતિ, નિગ્રંથની સમાન છે અર્થાત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. યથાખ્યાત સંયતની સ્થિતિ સામાયિક સંયતની સમાન છે. ८० सामाइयसंजया णं भंते !कालओ केवचिरं होंति ? गोयमा !सव्वद्धं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અનેક જીવોની અપેક્ષાએ સામાયિક સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! તે સર્વોદ્ધા(સર્વકાલ) હોય છે.
८१ छेओवट्ठावणियसंजयाणंभंते !पुच्छा? गोयमा !जहण्णेणं अड्डाइज्जाइंवाससयाई, उक्कोसेणं पण्णासंसागरोवमकोङि-सयसहस्साई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! અનેક જીવોની અપેક્ષાએ છેદોપસ્થાપનીય સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ર૫૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પ૦ લાખ ક્રોડ સાગરોપમની છે. ८२ परिहाराविसुद्धियसंजया णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं देसूणाई दो वाससयाई उक्कोसेणं देसूणाओ दो पुव्वकोडीओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ પરિહાર વિશુદ્ધ સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દેશોન બસો વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પૂર્વકોટિ વર્ષની છે. ८३ सुहुमसंपरायसंजया णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुत्तं । अहक्खायसंजया जहा सामाइयसंजया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવોની અપેક્ષાએ સૂક્ષ્મ સંપરાય સંયતની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, યથાખ્યાત સંતોનું કથન સામાયિક સંયતોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં કાલ દ્વારના માધ્યમે એક જીવ અને અનેક જીવોની અપેક્ષાએ સંયતોની સ્થિતિ દર્શાવી છે. એક જીવની અપેક્ષાએ સ્થિતિ :- સામાયિક, છેદોપસ્થાપનીય અને યથાખ્યાત ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષની છે. પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય નવ વર્ષે ચારિત્રનો સ્વીકાર