________________
શત-૨૫ : ઉદ્દેશક-૭
છંદોપસ્થાપનીય સંયમના ભાવો પરિણામ પરિવર્તનથી કે પ્રાયશ્ચિત રૂપે ઉપસ્થાપના કરતાં એક ભવમાં ૧૨૦ વાર આવે છે અને અનેક ભવોમાં નવસોથી અધિક અને એક હજારથી ઓછી વાર આવે છે. ટીકાકારે તેની સંખ્યા ૯૬૦ નિશ્ચિત કરી છે. તે આઠ ભવના આઠ કોડપૂર્વ વર્ષમાં થઈ શકે છે.
છેદોપસ્થાપનીય ચારિત્ર ઉત્કૃષ્ટ આઠ ભવોમાં પ્રાપ્ત થાય છે. એક ભવમાં તે ૧૨૦ વાર આવે તો આઠ ભવોમાં ૧૨૦૪૮-૯૬૦ વાર આવે છે. આ રીતે ટીકાકારનું કથન સૂત્રકારના આશયને સ્પષ્ટ કરે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક ભવમાં ૧,૨ કે ૩ વાર પ્રાપ્ત થઈ શકે છે, તેનાથી અધિક વાર પ્રાપ્ત થતું નથી. કે અનેક ભવોમાં અર્થાત્ બે કે ત્રણ ભવોમાં ૨,૩,૪,૫,૬ કે ૭ વાર પ્રાપ્ત થઈ શકે છે. આ રીતે આ ચારિત્ર ત્રણ ભવોથી કે સાત વારથી અધિક કોઈ જીવને પ્રાપ્ત થતું નથી. ત્રણ ભવોમાંથી કયા ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય, તેનો કોઈ નિયમ સૂત્રમાં પ્રાપ્ત થતો નથી.
સૂક્ષ્મ સંપરાય સંયમના ભાવો ત્રણ ભવમાં જ પ્રાપ્ત થાય છે. તેમાં એક ભવમાં બે વાર ઉપરામ શ્રેણી કરે ત્યારે ચડતા-ઉતરતા બે બે વાર આ ચારિત્ર પ્રાપ્ત થાય તેથી કુલ ચાર વાર, બીજા ભવમાં ફરી બે વાર ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ચાર વાર અને ચરમ ભવમાં ાપક શ્રેણીની અપેક્ષાએ એક વાર આ રીતે અનેક મવોની અપેક્ષાએ ૪+૪+૧ - ૯ આકર્ષ થાય છે. એક ભવમાં કોઈ પણ જીવ ઉપશમ અને પક તેમ બે પ્રકારની શ્રેણી કરતો નથી અને ચરમ ભવમાં જીવ એક પક શ્રેણી જ કરે છે. ક્ષેપક શ્રેણી કરનારને તે ભવમાં સૂક્ષ્મ સંપરાય ચારિત્રની સ્પર્શના એક જ વાર થાય છે અને ઉપશમ શ્રેણી કરનારને સૂક્ષ્મ સંપરાય ચારિત્રની સ્પર્શના એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને બે ભવમાં ઉત્કૃષ્ટ આઠ વાર થાય છે. સંક્ષેપમાં જીવને સંસાર કાલમાં ક્ષપક શ્રેણી એક વાર, ઉપશમ શ્રેણી ચાર વાર અને સૂક્ષ્મ સંપરાય સંયમ નવ વાર પ્રાપ્ત થાય છે.
યશાખ્યાત સંયમના ભાવો ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં પ્રાપ્ત થાય છે. તેમાં એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી કરે ત્યારે બે વાર, બીજા ભવમાં ફરી બે વાર ઉપશમ શ્રેણીની અપેક્ષાએ બે વાર અને ચરમ ભવમાં ક્ષેપક શ્રેણીની અપેક્ષાએ એક વાર, આ રીતે અનેક ભવોની અપેક્ષાએ ૨+૨+૧ = ૫ આકર્ષ થાય છે. સૂક્ષ્મ સંપરાય અને યચાખ્યાત આ બે ચારિત્ર અંતિમ ભવમાં એક જ વાર પ્રાપ્ત થાય છે.
કોઈક જીવ એક ભવમાં ઉપશમ શ્રેણી કરે અને બીજા ભવમાં ક્ષપક શ્રેણી કરીને મોક્ષે જાય, તો તેના સૂક્ષ્મ સંપરાય કે યથાખ્યાત સંયમના ઓછા આકર્ષ પણ થઈ શકે છે.
સંયતોમાં ભવ અને આકર્ષ :
સંચન
સામાયિક
છેદોપસ્થાપનીય
પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય
યથાખ્યાત
જઘન્ય
૧
૧
૧
૧
૧
ભવ
ઉત્કૃષ્ટ
८
८
૩
3
૩
એક ભવમાં
૩૯૧
જયન્ય
૧
૧
૧
૧
૧
ઉત્કૃષ્ટ
સેંકડો
૧૨૦
૩
૪
ર
અનેક ભવોમાં
જઘન્ય
૨
૨
ર
૨
ર
ઉત્કૃષ્ટ
હજારો
o
૭
૯
૫