________________
| ૩૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છેદોપસ્થાપનીય સંયતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ અનેક વીસ વાર(૧૨૦ વાર) પ્રાપ્ત થાય છે. ७४ परिहारविसुद्धियस्सणंभंते!पुच्छा? गोयमा!जहण्णेणंएक्को, उक्कोसेणं तिण्णि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિહાર વિશુદ્ધ સંતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ વાર પ્રાપ્ત થાય છે. |७५ सुहुमसंपरायस्सणं भंते! पुच्छा? गोयमा!जहण्णेणं एक्को, उक्कोसेणं चत्तारि। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! સૂક્ષ્મ સંપરાયના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ચાર વાર પ્રાપ્ત થાય છે.
७६ अहक्खायस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं एक्को, उक्कोसेणं दोण्णि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે વાર પ્રાપ્ત થાય છે. ७७ सामाइयसंजयस्सणं भंते ! णाणाभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? गोयमा !जहा बउसे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતના ભાવો અનેક ભવોમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! બકુશની જેમ અનેક હજાર વાર પ્રાપ્ત થાય છે. ७८ छेओवट्ठावणियस्स णं भंते! पुच्छा? गोयमा ! जहण्णेणं दोण्णि, उक्कोसेणं उवरणवण्हंसयाणंअंतोसहस्सस्स । परिहारविसुद्धियस्सजहण्णेणंदोण्णि,उक्कोसेणंसत्त। सुहमसंपरायस्सजहण्णेणंदोण्णि,उक्कोसेणंणव । अहक्खायस्सजहण्णेणंदोण्णि, उक्कोसेणं પવા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! છેદોપસ્થાપનીય સંયતના ભાવો અનેક ભવોમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય બે વાર, ઉત્કૃષ્ટ નવસોથી અધિક અને એક હજારથી ઓછી વાર પ્રાપ્ત થાય છે. પરિહાર વિશુદ્ધ સંયતના ભાવો જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ સાત વાર, સૂક્ષ્મ સંપરાય સંયતના ભાવો જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ નવ વાર તથા યથાખ્યાત સંયતના ભાવો જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં આકર્ષ દ્વારના માધ્યમે એક કે અનેક ભવોમાં જીવને પાંચ સંયતના ભાવો કેટલી વાર પ્રાપ્ત થાય તે વિષયનું નિરૂપણ છે. વીર દુત્તર-વીસ પૃથકત્વ. પુદુત્ત શબ્દ અનેક સંખ્યાનો વાચક છે. તેથી વીર પુદુત્તનો અર્થ અનેક વીસ થાય છે. અનેક શબ્દમાં કોઈ પણ સંખ્યા નિશ્ચિત નથી. પરંતુ ટીકાકારે વીલ પુદુ શબ્દની વ્યાખ્યા કરતાં ૧૨૦ નિશ્ચિત સંખ્યાનું કથન કર્યું છે. તે ક્રોડપૂર્વ વર્ષની ઉંમરે સંભવ બને છે.