________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
[ ૩૮૯ ]
આ રીતે પ્રથમ ચાર સંત એક માત્ર આહારક છે અને યથાખ્યાત સંયત આહારક અને અનાહારક બને હોય છે. સંયતોમાં આહારક-અનાહારક:સંયત
આહારક | અનાહારક સામાયિક, છેદોષસ્થાનીય, પરિહાર વિશુદ્ધ અને સૂક્ષ્મ સંપરાય |
યથાખ્યાત
(ર૦) ભવ દ્વાર:
७० सामाइयसंजए णं भंते ! कइ भवग्गहणाइंहोज्जा? गोयमा ! जहण्णेणं एक्कं, उक्कोसेण अट्ठ । एवं छेओवट्ठावणिए वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત કેટલા ભવ ગ્રહણ કરે છે અર્થાત્ સામાયિક સંયમ કેટલા ભવમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ આઠ ભવમાં આવે છે. આ જ રીતે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા. ७१ परिहाराविसुद्धिएणं भंते! पुच्छा? गोयमा!जहण्णेणं एक्कं, उक्कोसेणं तिण्णि। एव जावअहक्खाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરિવાર વિશુદ્ધ સંયમ કેટલા ભવમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં આવે છે. આ જ રીતે સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયમ પણ ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ ભવમાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સંયમના ભાવો કેટલા ભવમાં પ્રાપ્ત થઈ શકે છે, તે વિષયનું નિરૂપણ છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમ ઉત્કૃષ્ટ આઠ ભવમાં અને પરિવાર વિશુદ્ધ ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં જ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયમ પણ ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. તેમાં બે ભવમાં ઉપશમ શ્રેણી અને ત્રીજા ભવમાં ક્ષપક શ્રેણી કરે છે. તાત્પર્ય એ છે કે એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી થઈ શકે છે પરંતુ બંને પ્રકારની શ્રેણી એક ભવમાં થતી નથી. તેથી ક્ષપક શ્રેણીનો એક સ્વતંત્ર ભવ થાય છે. (૨૮) આકર્ષ દ્વાર:
७२ सामाइयसंजयस्स णं भंते ! एगभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? गोयमा! जहा बउसस्स। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયતના ભાવો એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે? ઉત્તર– હે ગૌતમ ! બકુશની જેમ જઘન્ય એક વાર અને ઉત્કૃષ્ટ અનેક સો વાર પ્રાપ્ત થાય છે.
७३ छेओवट्ठावणियस्स णं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं एक्को, उक्कोसेणं वीसपुहुत्त ।