________________
[ ૩૮૮ |
શ્રી ભગવતી સત્ર-૫
(રપ) સંજ્ઞા દ્વારઃ
६८ सामाइयसंजए णं भंते ! किसण्णोवउत्ते होज्जा,णोसण्णोवउत्ते होज्जा? गोयमा! सण्णोवउत्तेहोज्जा,एवंजहा बउसो। एवं जावपरिहारविसुद्धिए । सुहुमसंपराए अहक्खाए य जहा पुलाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ઉત્તરહે ગૌતમ ! તે સંજ્ઞોપયુક્ત હોય છે ઇત્યાદિ બકુશની સમાન છે. આ રીતે પરિવાર વિશુદ્ધ સંયત પર્યત જાણવું. સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયતનું કથન પુલાકની સમાન જાણવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સંયતોમાં સંશોપયુક્તતા અને નોસંજ્ઞોપયુક્તતાનું કથન નિયંઠાઓના અતિદેશપૂર્વક છે.
સંશોપયક્ત- આહારાદિ ચાર સંજ્ઞામાં ઉપયોગવાન. નોસંશોપયુક્ત આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ ન હોય તે. છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી સંજ્ઞાઓમાં ઉપયોગ હોય છે. અપ્રમત્ત સંયત સર્વેય નોસંજ્ઞોપયુક્ત હોય છે.
સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતમાં ૬ થી ૯ ગુણસ્થાન અને પરિવાર વિશુદ્ધિમાં ૬૭ બે ગુણસ્થાન હોય છે. આ ત્રણે ય સંયત આહારક હોય છે અને સવેદી પણ હોય છે. તેમ છતાં અપ્રમત્તદશામાં તેઓ આહાર કે મૈથુન સંજ્ઞોપયુક્ત નથી. તેથી તે ત્રણે સંયતો બકુશની જેમ જ છઠ્ઠા ગુણસ્થાનની અપેક્ષાએ સંજ્ઞોપયુક્ત અને અપ્રમત્ત અવસ્થાની અપેક્ષાએ નોસંજ્ઞોપયુક્ત હોય છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયતમાં સંપૂર્ણ અપ્રમત્ત દશા હોવાથી તે નોસંજ્ઞોપયુક્ત છે. સંયતોમાં સંશોપયુક્તતા, નોસંશોપયુક્તતા - સંયત
સંશા | સંશોપયુક્ત | નોસંશોપયુક્ત સામાયિક, છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતા
નથી | x (ર) આહારક દ્વાર :६९ सामाइयसंजए णं भंते ! किं आहारए होज्जा, अणाहारए होज्जा? गोयमा ! जहा पुलाए । एवं जावसुहुमसंपराए । अहक्खायसंजए जहा सिणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું આહારક હોય છે કે અનાહારક? ઉત્તર- હે ગૌતમ! પુલાકની સમાન છે. આ રીતે સૂક્ષ્મ સંપરાય પર્યત જાણવું. યથાખ્યાત સંયત સ્નાતકની સમાન છે. વિવેચન :
પાંચ સંયત પર્યાપ્તાવસ્થામાં હોય છે. તેથી તેમાં અપર્યાપ્તાવસ્થાનું અનાહારકપણું હોતું નથી પરંતુ યથાખ્યાત સંયતમાં કેવળી સમુદ્યાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું હોય છે.