________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૮૭
પરિવર્તનની અપેક્ષાએ છેદોપસ્થાપનીય સંતપણાને પ્રાપ્ત કરે છે અથવા સંયમનો સંકલ્પપૂર્વક ત્યાગ કરે તો અસંયમ કે સંયમસંયમને પ્રાપ્ત કરે છે. પરિણામ પરિવર્તનની અપેક્ષાએ સામાયિક સંતપણાનું પરિવર્તન થાય તો તે છેદોપચ્છનીયપણું, સૂક્ષ્મ સંપરાયપણું તથા અસંયમ અને સંયમસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. મૃત્યુ પામે તો માત્ર અસંયમને પ્રાપ્ત કરે છે. સામાયિક સંયમનો ત્યાગ કરીને અનંતરપણે પરિહાર વિશુદ્ધપણું કે યથાખ્યાતપણું પ્રાપ્ત થતું નથી અને પરંપર ભાવોનું આ દ્વારમાં ગ્રહણ કર્યું નથી. પરિહાર વિશુદ્ધપણું છેદોપસ્થાપનીયથી જ પ્રાપ્ત થાય છે અને યથાખ્યાત, સૂક્ષ્મ સંપાયથી જ પ્રાપ્ત થાય છે. તે બંને ચારિત્રની આગત એક-એકની જ છે અને ગત પણ એક-એક ચારિત્રની છે. કાળ કરે તો અસંયમની ગતિ થાય છે. છેદોપસ્થાપનીય સંયત - છેદોપસ્થાપનીયપણાનો કોઈ સંકલ્પ પૂર્વક ત્યાગ કરે તો શાસન પરિવર્તનની અપેક્ષાએ સામાયિક સંતપણાને પ્રાપ્ત કરે છે અથવા વિશિષ્ટ સાધનાની અપેક્ષાએ પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે તથા સંયમનો જ સંકલ્પપૂર્વક ત્યાગ કરે તો અસંયમ કે સંયમસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. પરિણામોના પરિવર્તનથી છેદોપસ્થાપનીયપણાનું પરિવર્તન થાય, તો સામાયિક, પરિહાર વિશુદ્ધ અને સૂક્ષ્મ સંપરાયપણું તથા અસંયમ અને સંયમસંયમના ભાવો પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામે તો માત્ર અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. પરિહાર વિશદ્ધ સંયત તે સાધનાનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને પુનઃ ગચ્છમાં આવે, તો છેદોપસ્થાપનીય સંયમનો સ્વીકાર કરે છે અને પરિણામ પરિવર્તનથી છેદોપસ્થાપનીયપણું કે અસંયમને પ્રાપ્ત કરે છે અને જો તે અવસ્થામાં કાળધર્મને પ્રાપ્ત કરે તો દેવલોકમાં ઉત્પન્ન થઈને અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ સંપરાય સંયત :- આ સંતપણાનો સંકલ્પ પૂર્વક ત્યાગ થતો નથી. પરિણામ પરિવર્તનની અપેક્ષાએ શ્રેણીથી પાછા ફરે તો સૂક્ષ્મ સંપરાય સંયમનો ત્યાગ કરીને તે સામાયિક કે છેદોપસ્થાપનીય ચારિત્રને પ્રાપ્ત કરે છે. શ્રેણી ઉપર ચઢે તો યથાખ્યાત સંયમને પ્રાપ્ત કરે છે અને કાળધર્મને પામે તો અસંયમના ભાવોને પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સયત :- આ સયતપણાનો પણ સંકલ્પપૂર્વક ત્યાગ થતો નથી. પરિણામ પરિવર્તનથી ઉપશમ શ્રેણીને પ્રાપ્ત યથાખ્યાત સંયત અગિયારમા ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થતાં યથાખ્યાત સંયમનો ત્યાગ કરીને દશમા ગુણસ્થાને સૂક્ષ્મ સંપરાય સંયમને પ્રાપ્ત કરે છે, મૃત્યુ થતાં અસંયમ ભાવોને પ્રાપ્ત કરે છે. ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત યથાખ્યાત સંયત બારમા ગુણસ્થાનથી તેરમા અને ચૌદમા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને, યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરીને, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. સંયતોમાં માર્ગણા - સંયત
નિગ્રંથાવસ્થાની પ્રાપ્તિ | નિગ્રંથ રહિત અવસ્થાની પ્રાપ્તિ | સામાયિક ચારિત્રને છોડે તો છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય | સંયમસંયમ કે અસંયમ છેદોપસ્થાપનીયને છોડે તો સામાયિક, પરિહાર વિશુદ્ધ અને | સંયમસંયમ કે અસંયમ
સૂક્ષ્મ સંપરાને પરિહાર વિશુદ્ધને છોડે તો છેદોપસ્થાપનીયને
અસંયમ (કાળ કરે તો જ) સૂક્ષ્મ સંપરાને છોડે તો
સામાયિક, છેદો, યથાખ્યાતને અસંયમ (કાળ કરે તો જ) યથાવાતને છોડે તો
| સૂક્ષ્મ સંપરાય અથવા સિદ્ધગતિને | અસંયમ (કાળ કરે તો જ)(સિદ્ધ