________________
શતક-૨૫: ઉદ્દેશક-૭,
[ ૩૮૫ |
અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. ६२ अहक्खायसंजएणं भंते !पुच्छा? गोयमा !पंचविहउदीरए वा, दुविहउदीरए वा, अणुदीरएवा। पंच उदीरेमाणे आउयवेयणिज्जमोहणिज्जवज्जाओ, सेसंजहाणियंठस्सा ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયત કેટલી કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે? ઉત્તરહે ગૌતમ! પાંચ અથવા બે કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે અથવા અનુદીરક હોય છે. પાંચની ઉદીરણા કરે તો આયુષ્ય, વેદનીય અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે(બે કર્મની ઉદીરણા કરે તો નામ અને ગોત્ર કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે.) ઇત્યાદિ નિગ્રંથની સમાન જાણવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ચારિત્રમાં ઉદીરણાનું અતિદેશાત્મક કથન છે. પ્રારંભના ત્રણ ચારિત્રમાં બકુશની જેમ છ, સાત કે આઠ કર્મોની ઉદીરણા હોય છે. સાત કર્મોની ઉદીરણા હોય, ત્યારે આયુષ્યની ઉદીરણા કરતા નથી અને છ કર્મોની ઉદીરણા હોય, ત્યારે આયુષ્ય અને વેદનીય કર્મની ઉદીરણા કરતા નથી. સમસ્ત સંસારી જીવોને આ બે કર્મની ઉદીરણા ભજનાથી થાય છે. શેષ છ કર્મની ઉદીરણા નવમા ગુણસ્થાન સુધી નિયમા હોય છે. ત્રીજા ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. ત્યાં નિયમા આઠ કર્મોની ઉદીરણા થાય છે. સૂક્ષ્મ સંપરાય સંયત છે અથવા પાંચ કર્મની ઉદીરણા કરે છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
યથાખ્યાત સંયતમાં અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં પાંચ અથવા બે કર્મોની ઉદીરણા કરે. જ્યારે તેમાં પાંચ કર્મોની ઉદીરણા કરે ત્યારે આયુષ્ય, વેદનીય અને મોહનીયને છોડીને શેષ પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે અને બે કર્મની ઉદીરણા કરે ત્યારે નામ અને ગોત્ર કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. સયોગી કેવળીમાં બે કર્મોની ઉદીરણા કરે છે. અયોગી કેવળીમાં તે અનુદીરક હોય છે. અયોગી અવસ્થામાં કોઈ કર્મની ઉદીરણા થતી નથી. સંયતોમાં કર્મબંધ, વેદન, ઉદીરણા -
બંધ |
ન ઉદય હથ
| ઉદીરણા સામાયિક, છેદોપસ્થાપનીય અને |૮-કર્મોનો અથવા | ૮-કર્મોનું ૮-અથવા પરિહાર વિશુદ્ધ ૭-આયુષ્ય વર્જીને
૭–આયુષ્ય વર્જીને અથવા
–આયુષ્ય, વેદનીય વર્જીને સૂક્ષ્મ સંપરાય, -આયુ, મોહ, વર્જીને ૮-કર્મોનું –આયુષ્ય, વેદક, વર્જીને અથવા
પ-આયુષ્ય વેદનીય મોહબ્લર્જીને યથાખ્યાત
૧–વેદનીયનો અથવા | ૭–મોહ વર્જીને | પ-આયુષ્ય, વેદ, મોહ૦ વર્જીને અબંધ
૪ અઘાતી | ર–નામ, ગોત્ર/અનુદીરક (ર૪) ઉવસંપદત્યાગ દ્વાર :६३ सामाइयसंजए णं भंते ! सामाइयसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ? गोयमा !सामाझ्यसंजयत्तंजहइ, छेओवट्ठावणियसंजयंवा सुहमसंपरायसंजयंवा असंजमं वा संजमासंजमंवा उवसंपज्जइ। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત, સામાયિક સંતપણાનો ત્યાગ કરે, ત્યારે શું છોડે છે